બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં કિનારા સ્થિત ગીતાંજલી કેમ્પસ દ્વારા શ્રેષ્ઠત્તમ શિક્ષણ દ્વારા દર વર્ષે ઉચ્ચ પરિણામ બોર્ડની પરીક્ષા માં મેળવી અને અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે ત્યારે ગત માર્ચ-2022 માં લેવાયેલ બોર્ડ ની પરીક્ષા માં ગીતાંજલી સ્કૂલ નાં વિદ્યાર્થી કાણોતરા કૌશલ દ્વારા 99.93 PR મેળવી સમગ્ર બોટાદ જિલ્લામાં પ્રથમ નંબર તેમજ રાજ્યમાં સાતમો નંબર મેળવી રાણપુર તાલુકા નાં ઇતિહાસ માં પ્રથમ વાર આવું શ્રેષ્ઠ અને જ્વલંત પરિણામ અપાવ્યું છે ત્યારે આ સિદ્ધિ મેળવવા માટે જેઓની અથાગ મહેનત અને માર્ગદર્શન થકી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર શક્ય બન્યું છે તેવા ગીતાંજલી સ્કૂલ નાં અનુભવી શિક્ષક કાણોતરા ઘનશ્યામભાઈ ને ગુજરાતી વિષય માટે અને તલસાણીયા વિક્રમભાઈ ને આંકડાશાસ્ત્ર વિષય માટે પારૂલ યુનિવર્સિટી-વડોદરા દ્વારા શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરી અને શિક્ષણ ક્ષેત્રે તેઓની ઉત્કૃષ્ઠ કામગીરી ની પ્રશંસા કરવામાં આવી હતી .આજના આ દિવસે શાળાના સંચાલક વલ્લભભાઈ ધરજીયા તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા બંને શિક્ષકોને મેળવેલ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


