Gujarat

બાબરા ટ્રાફિક પોલીસની વાહન ચાલકોને હેરાનગતિ બાબતે જિલ્લા એસપીને રજૂઆત કરતા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા

બાબરા લાઠી ના નવનિયુક્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ચાર્જ સંભાળતા ની સાથેજ લોકોની રજૂઆતો ધ્યાનમાં રાખી કામગીરીનો પ્રારંભ ચાલુ કરી દીધો છે ત્યારે મોટાભાગે લોકોની ફરિયાદ હતી કે બાબરા પોલીસ દ્વારા વાહન ચાલકો હેરાનગતિ અને હપ્તા ઉઘરાવવામાં આવે છે બાબરાના મામાદેવના મંદિર પાસે તેમજ સરદાર સર્કલ પાસે તેમજ મોટા બસ સ્ટેન્ડ શાહ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક પોલીસવાળા અડીન્ગો જમાવીને બેસી જાય છે ટીઆરબી યુવાનો જાહેર રોડ ઉપર  ઉભા રહી અકસ્માત નોતરાય તેવી રીતે ગાડીઓ ઉભી રાખે છે અનેક વાર અખબારોમાં આ અંગે અહેવાનો આવ્યા છે છતાં પણ તંત્રના પેટમાં પાણી નથી હલતું ત્યારે ફરી વાર લોકોની રજૂઆતો ને ધ્યાનમાં રાખી લાઠી બાબરાના નવનિયુક્ત ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા જિલ્લા એસપીને આ અંગે રજૂઆત કરવામાં આવી છે કે બાબરા પોલીસ દ્વારા વારંવાર જાહેર માર્ગો માં ઉભા રહી વાહન ચાલકોને હેરાનગતિ કરવામાં આવે છે અને હપ્તા ઉઘરાવવામાં આવે છે તેવી લોકોમાંથી બુમ અથવા પામી છે જે બાબતે ધારાસભ્ય દ્વારા  અમરેલી જિલ્લા એસપી હિમકરસિહ સાહેબ ને રજૂઆત કરવામાં આવી છે

IMG-20221218-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *