Gujarat

રાધનપુરના બે મકાનમાંથી ૧૦ લાખથી વધુનો મુદ્દામાલની ચોરી

મહેસાણા
મહેસાણા શહેરમાં રાધનપુર રોડ ઉપર આવેલી પ્રાર્થના વિહાર સોસાયટી અને ગણેશ વિહાર સોસાયટીમાં તસ્કરો બારીઓની ગ્રીલ તોડી ઘરમાં ઘૂસ્યા હતા. પરિવાર સુઈ રહ્યો હતો અને તસ્કરો ચોરીને અંજામ આપ્યો હતો. વહેલી સવારે ઉઠ્‌યા બાદ બારીઓના સળિયા તૂટેલી હાલતમાં જાેતા ચોરી થયાની જાણ થઈ હતી. રાધનપુર રોડ પર આવેલી પ્રાર્થના વિહાર સોસાયટીમાં મકાન નં. ૭૭ અને ગણેશ વિહાર સોસાયટીમાં મકાન નં. ૮૫માં તસ્કરો ઘરોમાં ઘૂસી સોના ચાંદીના દાગીના મળી કુલ ૧૦ લાખ ૫૪ હજાર ૮૦૦નો મુદ્દામાલ ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. તેમજ ઘરનો સર સમાન વેરવિખેર કરી નાખ્યો હતો. રાધનપુર રોડ પર આવેલી પ્રાર્થના વિહાર સોસાયટીમાં અને ગણેશ વિહાર સોસાયટીમાં ચડ્ડી બાનીયાન ધારી ગેંગ સીસીટીવીમાં કેદ થઇ હતી. સામે આવેલા સીસીટીવીમાં ૬ તસ્કરો જાેવા મળે છે. જાેકે, સોસાયટીના અંદર સીસીટીવી ન હોવાથી સ્પષ્ટ થઈ શક્યું નથી.મહેસાણા શહેરમાંથી ચોરીની ઘટનાઓ છાસવારે સામે આવે છે. ચોરોને જાણે કે કાયદાનો ડર જ ન હોય તેમ બેખોફ બનીને ચોરીને અંજામ આપી રહ્યાં છે. ત્યારે વધુ બે ચોરીની ઘટના સામે આવી છે. શહેરની બે અલગ અલગ સોસાયટીઓમાં ત્રાટકી ૧૦ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. શહેરમાં આવેલા તિરુપતિ શાહીબાગ પાછળ આવેલી પ્રાર્થના વિહાર વિભાગ-૧માં અને ગણેશ વિહાર સોસાયટીમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. આ ચોરીની ઘટનામાં ૬ તસ્કરો સીસીટીવી કેમરામાં કેદ થયા છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

Smugglers-smuggled-more-than-10-lakh-items.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *