ભુજ
કચ્છના રાપર તાલુકાના ત્રમ્બો ગામથી રામવાવ તરફ જતા માર્ગ પર આવેલી નદીની પાસેના ૧૦૦ વર્ષ જુના શિવ મંદિરમાં મૂર્તિઓમાં તોડફોડની ઘટના બાદ બની છે. આ વિશે ગામના અશોક રાજગોરે જણાવ્યું હતું કે, શિવ મંદિરના પૂજારી ઘરે જમવા ગયા બાદ મંદિરે પરત ફર્યા ત્યારે નંદી મહતજની મૂર્તિ તથા સ્થાપક દાદાની સાથે ઋષિ મુનિની મૂર્તિઓમાં નુકસાન કરાયાનું ધ્યાનમાં આવ્યું હતું. આ બનાવની જાણ સ્થાનિક લોકોને કરતા લોકો મંદિર પર એકત્ર થયા હતા અને રોષ જાેવા મળ્યો હતો. તેમજ ગામના અન્ય અગ્રણીઓ તથા રાપર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ દોલા ગોર સહિતના આવ્યાં બાદ પોલીસ ફરીયાદ કરવામાં આવશે તેવું જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે, બે સપ્તાહ પૂર્વે ભચાઉના ચાંદ્રોડીમાં પણ મંદિરની મૂર્તિમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે લાકડીયા પોલીસ દ્વારા બનાવના આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યો હતો.કચ્છ જિલ્લાના ચાંદ્રોડી ગામે એક શખ્સ દ્વારા ભગવાન સામે નારાજગી રાખીને મૂર્તિઓમાં તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ વાગડ વિસ્તારમાં મંદિરમાં મૂર્તિઓની તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. તાલુકા મથક રાપરથી ૧૦ કિલોમીટર દૂર ત્રમ્બો ગામે શિવ મંદિર અંદર સ્થાપિત મૂર્તિઓમાં કોઈ શખ્સે તોડફોડ કરી મુર્તિઓને બહાર ફેંકી દેવામાં આવી હોવાની ઘટના બની છે. આ બનાવના પગલે સ્થાનિક ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. ગ્રામજનો પોલીસ કાર્યવાહી માટેની કામગીરી હાથ ધરી રહ્યાનું જાણવા મળ્યું છે.
