Gujarat

લગ્નમાં જઈ રહેલા બે મિત્રો બાઈક સ્લીપ થતાં મોતને ભેટ્યા

સરસ્વતી
સરસ્વતી તાલુકાના વાહણા ગામના ભરતજી બચુજી ઠાકોર અને ભરતજી પ્રધાનજી ઠાકોર બન્ને મિત્રો ધરપડા ગામે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે ડીસા તાલુકાના ધરપડા- આસેડા એકમાર્ગીય રોડ પર પસાર થઈ રહ્યા હતા, એ સમયે અચાનક બાઈક સ્લિપ ખાઈ જતાં બાઈક પિલરે ટકરાતાં બાઈકચાલક અને પાછળ બેઠેલા બન્ને જણાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખાનગી વાહનમાં ખસેડવામાં આવ્યા હતા. ૨૫ વર્ષીય ભરતજી બચુજી ઠાકોર ખેતીકામ કરતા હતા, જેનું સારવાર દરમિયાન પાલનપુર હોસ્પિટલમાં મોત થયું હતું, જ્યારે ભરતજી પ્રધાનજી ઠાકોર કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતો, જેનું મહેસાણા હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાત્રે મોત નીપજ્યું હતું .અકસ્માતમાં મોતને ભેટેલા ભરતજી બચુજી ઠાકોર પરિણીત હતા અને પરિવારમાં ૬ માસનો દીકરો પણ છે. આ નાનકડા બાળકે પિતા અને પત્ની પિન્કીબેને તેમના પતિ ગુમાવતાં મા- દીકરો નોધારા બન્યાં હતાં. એકસાથે રોડ અકસ્માતમાં એક જ ગામના બે મિત્રનાં મોત થતાં ગામમાં ગમગીની છવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *