Gujarat

લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડુતોની ઓનલાઇન નોંધણી કરાવવી

છોટાઉદેપુર:

છોટાઉદેપુર જિલ્લાના ખેડુતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૨-૨૩માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨૦૧૫/- (પ્રતિ મણ રૂ. ૪૦૩/-) ના ભાવથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે.
લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડુતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ છોટાઉદેપુર જિલ્લાના પુરવઠા નિગમના ગોડાઉન (છોટાઉદેપુર, નસવાડી, સંખેડા,પાવીજેતપુર, કવાંટ) ખાતે તા. ૦૨/૦૩/૨૦૨૨ થી તા. ૩૧/૦૩/૨૦૨૨ સુધી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડુતોને આથી જણાવવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે,આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, ૭,૧૨,૮-અ ની નકલ, ગામ નમૂના ૧૨ માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહિ સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યમાં ઘઉં પકવતા ખેડુતો તેઓને પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજિયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર- ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.ખેડુતોએ નોંધણી માટે VCE ને કે ગોડાઉન કક્ષાએ કોઇ પણ રકમ ચૂકવવાની રહેતી નથી. જેની ખાસ નોંધ લેવી.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *