લીલીયા મોટા કોર્ટ માં ગોઢાવદર ગામના રહીશ અને અમદાવાદ બાંધકામ ના વ્યવસાય સાથે સંકળાયેલ મનુભાઈ પરબત ભાઈ હિરપરા એ અમદાવાદ ના રહીશ નિલેશ રમણલાલ પટેલ મેનેજર આઈ સી આઈ સી આઈ સામે વ્યવસાયિક વ્યવહાર સબબ રૂ.૨૫ લાખ નો ચેક આપેલ તે ચેક રીટર્ન થતા આરોપી નિલેશ આર પટેલ સામે લીલીયા કોર્ટ માં ફોજદારી કેસ ન.૬૮૬/૨૦૧૯ થી ફરિયાદી ના તેમના વકીલ મારફત ફરિયાદ દાખલ કરેલ સદર કેસ માં આરોપી ના વકીલ તરીકે લીલીયા ના વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી કિશોરભાઈ પાઠક રોકાયેલા અને કેસ ચાલી જતા અને શ્રી પાઠક ની ધારદાર દલીલો માન્ય રાખી નામદાર લીલીયા કોર્ટ ના જજ શ્રી ગાંધી સાહેબે આરોપીને નિર્દોષ ઠરાવી આરોપી ને છોડી મુકવા હુકમ કરેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

