શ્રી એમ.એસ.ભરાડા, ઇન્યા પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ ઘાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્યાજશ્રી નાઓને સૂચના કરેલ… જે અન્વયે શ્રી એચ.એચ રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેક્ટર * લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી બંધ થાય તે મુજબ કાર્યવાહી કરવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો બોડેલી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મેં હકીકત આધારે મોટરસાયકલ સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી પ્રોહીબીશન એકટ મુજબ બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવેલ છે.


