પી.એસ.આઇ ડોડિયા પર હજુ અધિકારીઓના ચાર હાથ….
વંથલી
સતત વિવાદોના વંટોળમાં રહેતા વંથલી પોલીસનું વધુ એક કોભાંડ પ્રકાશમાં આવ્યું છે.હાઇવે પર હોટેલમાં દેશી દારૂના વેચાણ થી લઈ વંથલી સૌરાષ્ટ્રમાં દેશી દારૂનો હબ બની રહ્યું છે ત્યારે થોડા દિવસો પહેલા એક ગરીબ ટ્રક ડ્રાઈવર નો તોડ કરવા માટે વંથલી પોલીસે પોતાની આજીવિકા સમાન ટ્રકને ભંગારમાં વેચી એક લાખ પડાવ્યા હતા. આ બાબતે વંથલી ના આગેવાનો દ્વારા ફરિયાદીને સાથે રાખી પોલીસ અધિક્ષકને રાવ કરવામાં આવી હતી. આ ફરિયાદના પગલે પોલીસ અધિક્ષકે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. અને તમામ દોષિત પોલીસ કર્મચારીઓને આજે સસ્પેન્ડ કર્યા હોય તેવી સૂત્રોમાંથી માહિતી મળી રહી છે. પરંતુ હંમેશની જેમ વંથલી પી.એસ.આઇ ડોડીયા પર જાણે પોલીસ અધિક્ષકની મીઠી નજર હોય તેમ આ વખતે પણ સસ્પેન્ડ ન કરી ફક્ત બદલી કરી સંતોષ માની લીધેલ છે.
વંથલી પી.એસ.આઇ ડોડીયા એ જેટલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે.ત્યાં કોઈ ના કોઈ વિવાદોમાં સપડાતા આવ્યાં છે. વંથલીમાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના ટેલી ચિત્રને ઓફિસ માંથી ઉતારી લેતા સમગ્ર દલિત સમાજની લાગણી દુભાઈ હતી.. જેમાં પણ પોલીસ અધિક્ષક દ્વારા કોઈ કાર્યવાહી ન કરી અથાણા અમલદાર ને બચાવી લેવામાં આવ્યા હતા. વંથલીના વાડલા ફાટક નજીક જાહેરમાં હોટેલમાં દેશી દારૂનું ધૂમ વેચાણ ચાલતું હતું જે બાબતનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો હતો. આમ છતાં કોઈ પોલીસ કર્મચારી કે થાણા અમલદાર ને પોલીસ અધિક્ષક દ્વારા મીઠો ઠપકો પણ આપવામાં આવ્યો ન હતો. હાલ વંથલી તાલુકામાં આશરે ૩૫૦ જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. પરંતુ કોઈ ભઠ્ઠીઓ પર દરોડા નથી થતા. આવા અનેક બનાવો છે. વંથલી ની પ્રજા નો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તેવું વાતાવરણ બનવા પામ્યું હતું. હાલ વંથલી સૌરાષ્ટ્રનું દેશી દારૂ હબ બનતું જાય છે ત્યારે પોલીસ દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે આવા ગરીબોની રોજીરોટી છીનવી મોટા તોડ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધણફુલીયા ગામના દેવીપૂજકના એક લાખ રૂપિયાના તોડ પ્રકરણમાં પણ પી.એસ.આઇ ડોડિયાની ફક્ત બદલી જ થઈ પણ નાના પોલીસકર્મીઓ નો ભોગ લઈ ને પી.એસ.આઇ ને બચાવી લેવામાં આવ્યા હોય એવી ચર્ચાએ જોર પકડયું છે. ભલે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ સસ્પેન્ડ અને બદલી ની કાર્યવાહી થઈ પરંતુ ગરીબ દેવીપુજક ના ટ્રકના એક લાખ રૂપિયા પાછા મળશે કે કેમ? તે સવાલ તો ઊભો જ છે. શું ફક્ત બદલીને સસ્પેન્ડ થી સંતોષ માની લેવામાં આવશે કે આરોપીઓ વિરુદ્ધ ફોજદારી રાહે પગલાં પણ લેવામાં આવશે તે પણ એક સવાલ છે.
રિપોર્ટ બાય
હાર્દિક વાણીયા વંથલી


