Gujarat

વંથલી મામલતદાર કચેરીમાં કર્મચારીઓ ની લાલિયાવાડી સામે આવી…..

સમયસર ઓફિસે હાજર નહિ રહેતા ઉઠી ફરિયાદ…
    મીડિયાએ સરપ્રાઇઝ ચેકીંગ કરતા મોટાભાગના ટેબલો ખાલી જોવા મળ્યા….
વંથલી
વંથલી તાલુકા મામલતદાર કચેરીના કર્મચારીઓ અધિકારીઓ નિયમિત મોડા આવતા હોવાની અરજદારોમાંથી ફરિયાદો ઉઠતા મીડિયા કર્મીઓએ આજે મામલતદાર કચેરી ની મુલાકાત લેતા અનેક લાલિયાવાડી સામે આવી હતી.એકાદ બે ટેબલ ને બાદ કરતા અનેક ટેબલો ખાલીખમ જોવા મળ્યા હતા. ઓફિસ ની લાઈટો અને પંખાઓ કર્મચારીઓ વગર ચાલુ જોવા મળ્યા હતા.કર્મચારીઓ ની નિયમિત મોડા આવવાની આદતથી પરેશાન ગ્રામ્ય કક્ષાના અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
વંથલી તાલુકાના ૪૬ ગામો નો વહીવટ ચલાવતી મામલતદાર કચેરીમાં અનેક પ્રકારની લાલિયાવાડી જોવા મળી હતી કર્મચારીઓ નિયમિત મોડા આવતા હોવાની ફરિયાદના પગલે આજે મીડિયાએ લીધેલી મુલાકાતમાં સફાઈનો અભાવ પણ જોવા મળ્યો હતો. સ્વચ્છતાની વાતો ને અભેરાઈ પર ચડાવી દેવામાં આવી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું. પીવાના પાણીની વ્યવસ્થા કે અરજદારોની બેસવાની વ્યવસ્થા અંગે કોઈ સુવિધા નથી, કચેરીમાં જ આડેધડ પાર્કિંગ અરજદારોને માથાના દુખાવા રૂપ હોવાનું જોવા મળી રહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કચેરીના મુખ્ય વડા મામલતદાર ની પણ ગેરહાજરી જોવા મળી હતી ખુદ મામલતદાર જ મોડા આવતા હોય તો અન્ય કર્મચારીઓની હાજરીની નોંધ કોણ લેશે…??? વંથલી મામલતદાર કચેરીમાં બાયોમેટ્રિકથી હાજરીની નોંધ લેવાય તે જરૂરી છે.
મામતદાર કચેરી ની લાલિયાવાડી અંગે કલેકટર કોઈ પગલાં લેશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે..
અહેવાલ:હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20220209_140507.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *