Gujarat

વંથલી: શહેર અને તાલુકા યુવા ભાજપ દ્વારા પંજાબ રાજ્યની કોંગ્રેસ સરકારના વિરોધમાં મશાલ રેલી અને પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો કૉંગ્રેસ સરકાર હાઇ હાઇ ના નારા લગાવ્યા        

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ગઇકાલે પંજાબ રાજ્યની કોંગ્રેસ સરકાર દ્વારા દેશના યશસ્વી અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી  નરેન્દ્ર ભાઈ મોદી ઉપર હુમલો કરવાનું જે કાવતરું રચવામાં આવ્યું હતું. તેમના વિરોધમાં  વંથલી તાલુકા અને શહેર યુવા ભાજપ દ્વારા વંથલી શહેરની મુખ્ય બજાર માં મશાલ રેલી કાઢી કોંગ્રેસ સરકાર હાઈ હાઈ ના નારા લગાવવામાં આવ્યા  હતા.અને આ સડ્યત્રમાં સંડોવાયેલ તમામ લોકો પર તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે  મેમણપ્લાઝા ચોક પાસે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી,અને પંજાબ સરકારનું પૂતળાદહન કરી આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં વંથલી તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઇ ડાંગર,વંથલી શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશ ભાઈ જેઠવા, વંથલી તાલુકા યુવા ભાજપ પ્રમુખ સંજયભાઈ જાદવ,વંથલી શહેર યુવા ભાજપ પ્રમુખ વત્સલ ભાઈ શોભાસણા,વંથલી તાલુકા પંચાયત  ઉપપ્રમુખ મનોજભાઈ ઠુમર સહિતના તાલુકા અને શહેર  ભાજપના હોદ્દેદારો કાર્યકરો   ઉપસ્થિત રહી વિરોધ પ્રદશન કરવામાં આવ્યો હતો…..
 અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

IMG-20220106-WA0119.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *