વડોદરા
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી શારદા પાર્ક સોસાયટીમાં રહેતા વિનીતકુમાર પટેલ અભ્યાસ કરે છે. તેમણે ઘરની આગળના ભાગે પોતાનું બાઇક પાર્ક કર્યું હતું. આજે સવારે તેમનું બાઈક પાર્ક કરેલી જગ્યાએ જાેવા મળતાં શોધખોળ શરૂ કરી હતી. જાેકે, તેમની બાઇક ચોરી થઇ હોવાની માહિતી જાણવા મળી હતી. જેથી તેમણે ગોરવા પોલીસ મથકે અજાણ્યા તસ્કર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુભાનપુરા વિસ્તારમાં ગઈકાલે ત્રાટકેલા વાહનચોર ત્રિપુટીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં રેકી કર્યાં બાદ જે બાઇકની ઉઠાંતરી કરવાની છે, ત્યાં આવી પહોંચે છે. ત્રણ પૈકી એક શખ્સ જે બાઈક ઉપર આવ્યા છે તેની સાથે રવાના થઈ જાય છે. અને અન્ય શખ્સ પૈકી એકના હાથમાં ઘાતક હથિયાર છે અને એક બાઈકનું સ્ટેરીંગ લોક ખોલવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારબાદ બાઈક ચોરીની ઘટના ઘટનાને અંજામ આપી તેઓ ફરાર થઈ જાય છે.વડોદરા શહેરમાં દિનપ્રતિદિન વાહન ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. જેની સામે ડિટેક્શનનું પ્રમાણ ખૂબ ઓછું છે. તસ્કરો પોલીસ પેટ્રોલિંગ સામે પડકાર ફેંકી રહ્યા છે. પરંતુ, પોલીસ મુક પ્રેક્ષક બની તમાશો જાેઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ત્રાટકેલા વાહનચોર ત્રિપુટીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં મારક હથિયારો સાથે બાઈક ચોરીની ઘટનાને અંજામ આપતા વાહન ચોર નજરે ચડ્યા છે.


