Gujarat

વડોદરામાં દબાણો હટાવવા ગયેલ પાલિકાની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

વડોદરા
વડોદરાના ચામુંડા નગરમાં દબાણો દૂર કરવા માટે ત્રણ જેસીબી તથા બે ડમ્પર સાથે દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રાટકી હતી અને દબાણોનો સફાયો બોલાવતા સ્થાનિકો તથા કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ચકમકના દ્રશ્યો સર્જાયા હતા. આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જાેકે, કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવ્યા બાદ હવે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ૫ દુકાનો, ઓટલા , શેડ, કમ્પાઉન્ડ વોલ અને ઝુંપડા સહિતના ૫૬ કાચા-પાકા યુનિટ તોડવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે રાખીને કરવામાં આવી રહી છે. પરિણામે કોઇ અપ્રિય બનાવ બન્યો નથી. અગાઉ સંજયનગર વસાહતની ડિમોલિશનની કામગીરી બાદ તેઓને આવાસો માટે વલખા મારવાનો વારો આવ્યો છે. કોર્પોરેશનની કામગીરીમાં અમે સહયોગ આપી રહ્યા છે. પરંતુ, કોર્પોરેશન પહેલા મકાનની ફાળવણી કરે ત્યારબાદ ડિમોલિશનની કામગીરી કરે તે જરૂરી છે. કારણ કે, મોંઘવારી તથા બેરોજગારી વચ્ચે અમારી પરિસ્થિતિ દયનીય બની છે. આ દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે કોર્પોરેશન દ્વારા વીજ કંપની, ફાયર બ્રિગેડ તથા પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો.વડોદરા કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની ચાલી રહેલી કામગીરીમાં ખોડિયારનગરની ચામુંડાનગર વસાહતમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા રોષે ભરાયેલા સ્થાનિક લોકો અને દબાણ શાખાની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. જાેકે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી ચાલતી હોવાથી કોઇ અપ્રિય ઘટના બની ન હતી.

Pressure-relief-operation.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *