Gujarat

વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલ કોરોના પોઝીટીવ થયા

વડોદરા
વડોદરા શહેરમાં છેલ્લા ૧૦ દિવસમાં કોરોના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. રવિવારે શહેરમાં ૧૦,૦૪૪ સેમ્પલની ચકાસણી બાદ ૩૯૮ કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેની સરખામણીએ સોમવારે ૮૯૦૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ૪૭૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સારવાર લઈ રહેલા ૩૭૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. છેલ્લા ૧૦ દિવસમાં શહેરમાં નોંધાયેલા કેસ સામે ૩૧ ટકા દર્દીઓ રિકવર થયા છે.વડોદરા શહેર અને જિલ્લામાં આજે જેતલપુર, બાજવા, વારસીયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુનામીલ, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, રામદેવનગર, માંજલપુર, બાપોદ અને વાઘોડિયામાં કોરોનાના નવા કેસો નોંધાયા છે. શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ૧૬૫૩ ઉપર પહોંચ્યો છે. જે પૈકી ૧૫૦૧ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે ૧૫૨ દર્દી હોસ્પિટલોમાં દાખલ છે. જે પૈકી ૫ દર્દી વેન્ટિલેટર અને ૪૭ દર્દી ઓક્સિજન પર છે. એસએસજી હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ કોલેજના પીજીના ૭ રેસિડન્ટ તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં ૨ તબીબો ઓર્થોપેડિક વિભાગ, ૨ તબીબો મેડિસિન વિભાગ, ૧ તબીબ ઇએનટી વિભાગ, ૧ ચામડી રોગના વિભાગ અને ૧ તબીબ માઈક્રો બાયોલોજીના છે. જ્યારે ગોત્રી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના તબીબ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ જમનાબાઈ હોસ્પિટલમાં ૨ ફાર્માસિસ્ટ સહિત ૫ તબીબી સ્ટાફ પોઝિટિવ આવ્યા છે. કોરોનાના કેસ વધતા પાલિકાએ ધન્વંતરી રથની સંખ્યા ૩૪થી વધારીને ૫૨ કરાઈ છે. ધન્વંતરી રથ દ્વારા અત્યારસુધી ૧૭,૪૭૨ લોકોને તપાસી ૩,૨૫૫ લોકોને લક્ષણો જણાતા તેમને સ્થળ પર જ સારવાર અપાઇ છે. ડોર ટૂ ડોર સર્વેલન્સમાં ૧૫,૯૨,૭૭૨ લોકોને સાંકળી લેવાયા છે વડોદરામાં સોમવારે ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં ૯૯, પશ્ચિમ ઝોનમાં ૧૧૩, ઉત્તર ઝોનમાં ૯૭ અને દક્ષિણ ઝોનમાં ૧૦૧ કેસ નોંધાયા છે. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં આજે ૬૦ કેસ નોંધાયા છે.વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના જાેઇન્ટ રજીસ્ટ્રાર મયંક વ્યાસ કોરોના સંક્રમિત થયા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના નવા ૪૭૦ કેસ નોંધાયા છે. કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૩,૮૬૯ ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ ૧૭૦ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૭૨,૫૯૩ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે.વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના અટકાવવાની સાવચેતી રૂપે મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરપાલિકાએ રેપિડ અને ઇ્‌-ઁઝ્રઇ એ બંને પ્રકારના કોરોના ટેસ્ટમાં વધારો કર્યો છે અને આક્રમક વેગથી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ધન્વંતરી રથો દ્વારા પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલે આપેલી જાણકારી પ્રમાણે તા.૮થી ૧૦ જાન્યુઆરીના ત્રણ દિવસો દરમિયાન કુલ ૨૦,૯૭૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Corona-report-of-MLA-Yogesh-Patel-is-positive.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *