Gujarat

વડોદરામાં નુપૂર શર્મા અને નવીન જિંદાલના પોસ્ટરો રસ્તામાં લગાવ્યા

વડોદરા
જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચાલી રહેલી ટીવી શોમાં ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો હતો. જે વિવાદ હજી પણ યથાવત જાેવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાં જાહેર માર્ગ પર નૂપુર શર્માને ફોટો સાથેના પોસ્ટર રોડ પર ચોંટાડી તેમાં તેની ધરપકડની માંગણી કરવામાં આવી છે. સાથે જ નવીન જિંદાલના પણ આવા જ પોસ્ટર લગાવાયા છે. આ પોસ્ટર કોણ ચોંટાડી ગયું તે હજુ સુધી જાણી શકાયું નથી. હવે જાેવું રહ્યું કે પોલીસ સીસીટીવીની મદદથી આ મામલે તપાસ કરે છે કે નહીં. બે દિવસ પહેલા સુરતના જીલાણી બ્રિજ ઉપર નૂપુર શર્માની ધરપકડ કરવાની માગ સાથે ફોટોવાળા પેમ્ફલેટ લગાડવામાં આવ્યા હતા. જેને લઇને શહેરભરમાં ચર્ચા શરૂ થઈ હતી. એક ન્યૂઝ ડિબેટમાં ભાજપના પ્રવક્તા નૂપુર શર્માએ ઈસ્લામના પયંગબર મોહમ્મદ સાહેબ પર કથિત રીતે આપત્તિજનક ટિપ્પણી કરી હતી, જેનો મુસ્લિમ સમાજ સતત વિરોધ કરી રહ્યાં છે. હાલમાં જ નુપૂર શર્માએ નિવેદન જાહેર કરી કહ્યું હતું કે તેમના નિવેદનને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું હતું. શર્મા પર મહારાષ્ટ્ર સહિત અને રાજ્યોમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે.મોહમ્મદ પયગંબર સામે વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ હવે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા સામે વડોદરામાં પણ રોષ જાેવા મળ્યો છે. અજાણ્યા શખસોએ વડોદરા શહેરમાં જાહેર માર્ગ પર નૂપુર શર્મા અને નવીન જિંદાલની ધરપકડના પોસ્ટર ચોંટાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા સુરતના જીવાણી બ્રિજ પર આવા પોસ્ટર લાગ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *