વડોદરા
વડોદરા શહેર કોગ્રેસના નેતાઓ દ્વારા આજે ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ નિમિત્તે શાસ્ત્રીજીની પ્રતિમાને ફૂલહાર ચડાવવામાં આવ્યા હતાં. કોરોના મહામારીના સંક્રમણથી આમ જનતાને બચાવવા માટે સંગમ ચાર રસ્તા પાસે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ માસ્કને મિત્ર બનાવોનો સૂત્રોચ્ચાર કર્યો હતો.ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અમી રાવત, કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, કોંગ્રેસના નેતા ચંદ્રકાંત ભથ્થુ સહિતના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રસના નેતા ચંદ્રકાંત ભથ્થુ સંગમ ચાર રસ્તા પાસે માસ્કનું વિતરણ કરતા હતાં ત્યારે રસ્તા પર રહેતા અને મજૂરી કામ કરતા લોકો માસ્ક લેવા માટે ઉમટી પડ્યા હતાં. જેથી માસ્ક લેવા માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઇ શક્યું ન હતું અને માસ્ક લેવા લોકોએ પડાપડી કરી હતી. જેથી નેતાએ બધા લોકોને શાંતિ જાળવી માસ્ક લેવા પણ જણાવ્યું હતું.ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રસના નેતાઓએ શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાર્પણ કર્યું હતું. ત્યારબાદ સંગમ ચાર રસ્તા પાસે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. માસ્ક વિતરણ દરમિયાન ગરીબ અને મજૂર લોકોએ માસ્ક લેવા પડાપડી કરી હતી.


