Gujarat

વલસાડમાં વૈશાલીની હત્યામાં આરોપી બે દિવસના રિમાન્ડ પર

વલસાડ
વલસાડ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વૈશાલીની હત્યામાં ચાલતી અટકળોનો શનિવારે અંત આવ્યો છે. વૈશાલી પાસે ઉછીના વ્યાજે લીધેલા લાખો રૂપયાની ઉઘરાણી અને રૂપિયા પરત આપવાના પડે એટલે હત્યાનું કાવતરૂં રચનારી મહિલા બબીતા જિજ્ઞેશ કૌશિક હાલમાં ગર્ભવતિ હોવાથી ડિલિવરીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. શનિવારે પારડી પોલીસે વૈશાલીની હત્યામાં આરોપી બબીતા કૌશિકની ધરપકડ કરી છે. આરોપી બબીતાને કોર્ટમાં રજૂ કરીને પોલીસે બે દિવસના રિમાન્ડ લઇ તપાસ હાથ ધરી છે. જાેકે, બબીતાનો ગર્ભવતિનો નવ માસ ચાલતો હોવાથી પોલીસે પારડી પોલીસ સ્ટેશને એક એમ્બ્યુલન્સ અને ડોકટર સહિત તબીબની ટીમ હાજર રાખી છે. બબીતાને પોતાના ધંધા માટે સમયાંતરે વૈશાલી પાસે ૨૫ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. વૈશાલીએ આ રૂપિયાની ઉઘરાણી કરતા બબીતાએ સોપારી આપીને હત્યાનો પ્લાનિંગ કર્યો હતો.

Page-39.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *