વલસાડ
વલસાડ જિલ્લામાં એક ઇલેક્ટ્રીક કોન્ટ્રાકટનું લાયસન્સ ધરાવતા કોન્ટ્રાક્ટર ખાનગી કંપનીઓ પાસેથી ઇલેકટ્રીકને લગતા કામો રાખે છે. આ કામના ફરીયાદીએ એક ખાનગી કંપનીએ કરેલા બાંધકામમાં ઇલેક્ટ્રીક સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરવા માટેનું કામ રાખ્યું હતું. જે કામ બાબતે જરૂરી કાર્યવાહી કરી જરૂરી દસ્તાવેજાે સાથે આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીકલ ઇન્સ્પેકટર અમિતકુમાર કાંતિલાલ પટેલને એક અરજી કરી સ્થળ નીરીક્ષણ કરી જરૂરી ઇલેક્ટ્રિક સિસ્ટમ ઇન્ટ્રોલેશન કરવા અંગે પરવાનગી માંગી હતી. આ અનુસંધાને આ કામના આરોપી અમિત પટેલે સ્થળ વિઝીટ કરી ઇન્સ્પેકશન કર્યું હતું. જેમાં ઇન્સ્પેકશનનું પ્રમાણપત્ર મેળવવા તેમજ અન્ય એક ખાનગી કંપનીમાં વાર્ષિક ઇલેકટ્રીક ઇન્સ્ટોલેશન ઇન્સ્પેકશન રીપોર્ટ ઉપર સહી સિક્કા કરાવવાની કાર્યવાહી કરી હતી. ગઇ તા. ૧૮મી જુલાઈ ૨૦૨૨ના રોજ ઉપરોકત કામો બાબતે ઇન્સ્પેકશન પ્રમાણપત્ર અને વાર્ષિક ઇલેકટ્રીક ઇન્સ્ટોલેશન ઇન્સ્પેકશન રીપોર્ટ ઉપર સહી સિક્કા કરાવવા પેટે અમિતકુમાર પટેલે કુલ રૂપિયા ૨૦ હજારની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય જેથી એસીબીની ટીમનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરિયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા અમિતકુમાર પટેલ પોતાની ઓફીસમાં ફરીયાદી પાસે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી હતી અને ફરિયાદીએ એસીબીની ટીમે જણાવ્યા મુજબ રૂ. ૨૦ હજારની લાંચ આપી હતી. જેથી એસીબીની ટીમના લાંચના છટકામાં આરોપી અમિતકુમાર પટેલ રંગે હાથ ઝડપાયો હતો. વલસાડ ખાતે સુરત એસીબીના ઇસ્પેક્ટરે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક ઇસ્પેક્ટરને તેનીજ કચેરીમાં લાંચ લેતા ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વલસાડ જિલ્લામાં ઇલેક્ટ્રિકના કોન્ટ્રાક્ટરે એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રિક સિસ્ટમ ઇસ્ટ્રોલ કરવા માટે સંબંધિત અધિકારી પાસેથી પરવાનગી માંગી હતી. કચેરીના આસિસ્ટન્ટ અધિકારીએ સુપરવિઝન કર્યા બાદ કોન્ટ્રાક્ટર પાસેથી ઇન્ટ્રોલેશન પરમિશન રિપોર્ટ આપવા માટે રૂ. ૨૦ હજારની લાંચની માંગણી કરી હતી. ત્યારે કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીની કચેરીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇસ્પેક્ટર રૂ.૨૦ હજારની લાંચ લેતા ઝડપાયો હતો.

