Gujarat

વાલિયા-નેત્રંગ માર્ગ પરથી ગાડીમાં તપાસ કરતા ૩.૮૫ લાખના વિદેશી દારૂ ઝડપાયો

ભરૂચ
ડેડીયાપાડા તરફથી બોલેરો પીકઅપ ગાડી નંબર-એમ.એચ.૩૯.એ.ડી.૧૫૭૮માં ડુંગળીના જથ્થાની અંદર સંતાડી વિદેશી દારૂ ભરી બે ઈસમો વાલિયા બાજુ આવી રહ્યા છે જેવી બાતમીના આધારે વાલિયા પોલીસ મથકનો સ્ટાફ અલગ અલગ રીતે વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર વોચમાં હતો. તે દરમિયાન સીતારામ સેવા ટ્રસ્ટ પાસે બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને ઈશારો કરી અટકાવતા એક ઈસમ ગાડીમાંથી કૂદીને ફરાર થઇ ગયો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતા ડુંગળીના કટ્ટાની ઓથમાં સંતાડેલા વિદેશી દારૂની ૩૮૪૦ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા ૩.૮૫ લાખનો દારૂ અને ફોન તેમજ રૂપિયા ૫ લાખની બોલેરો પીકઅપ, ૨૦ નંગ ડુંગળીના કટ્ટા મળી કુલ રૂપિયા ૮.૯૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત બાડમેરના પીકઅપ ચાલક દુર્ગેશ બાલારામ પોખરરામ ચૌધરીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક શક્સ ફરાર થઇ ગયો હતો.વાલિયા-નેત્રંગ માર્ગ ઉપરથી સીતારામ સેવા ટ્રસ્ટ પાસેથી પીકઅપ ગાડીમાં ડુંગળીની આડમાં લઇ જવાતો રૂ. ૩.૮૫ લાખનો દારૂ અને ગાડી મળી કુલ રૂ. ૮.૯૩ લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક ફરાર થઇ ગયો હતો.

Muddamal-worth-Rs-8.93-lakh-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *