Gujarat

વિજરખી ફાયરીંગ રેંજમાં અવર જવર પર પ્રતિબંધ

તા. ૦૫-૦૪-૨૦૨૨થી તા. ૦૭-૦૪-૨૦૨૨ દિવસ-૦૩ સુધી પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાંઆસિસ્ટન્ટ કમાન્ડન્ટશ્રી, સી.આઇ.એસ.એફ. યુનિટ ન્યારા એનર્જી લી., વાડીનાર(ગુજરાત),  જામનગર દ્વારાતથા તા. ૧૧-૦૪-૨૦૨૨થી તા. ૧૩-૦૪-૨૦૨૨ દિવસ-૦૩ સુધી આસિસ્ટન્ટ કમાન્ડન્ટશ્રી, સી.આઇ.એસ.એફ. યુનિટ આર.આઇ.એલ., જામનગર (ગુજરાત) દ્વારા ફાયરીંગ પ્રેકટીસ હાથ ધરવામાં આવનાર હોય, તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગર દ્વારા જાહેરનામું બહાર પાડી આ દિવસો દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *