Gujarat

વિધવા મહિલાને કોરોના થતાં મંદિરના પૂજારી ભૂવાએ પોતાનાં ઘરમાં કવોરન્ટાઈન રાખી દુષ્કર્મ આચર્યું, આસ્થાની આડમાં મહિલા સાથે ફુલહાર કરી લગ્ન કર્યા ,મહિલાને અજુગતું લાગતા દવા પી ને આત્મહત્યા પ્રયાસ કર્યો અને સમગ્ર પ્રકરણ નો પર્દાફાશ થતા ભુવા સામે સંખેડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

છોટા ઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના એક ગામમાં આવેલ હરસિધ્ધિ માતાના મંદિરના પરણીત ભૂવા જીતેન્દ્ર સિંહ ઉર્ફે લાલા કાળુભાઇ પરમારે આસ્થા ના નામે એક વિધવાને પોતાની હવસનો શિકાર બનાવ્યાની ઘટના સામે આવી છે, હરસિધ્ધિ માતાના મંદિરે સંખેડા તાલુકાના એક ગામની એક મહીલાના પરિવારજનો અવાર નવાર મંદિરે જતાં હોવાથી મહિલાના પરિવાર નો ભુવા સાથે સારા સંબંધો હતાં, મહિલાના પતિનું ગયા વર્ષે કોરોના થી અવસાન થયાં બાદ બે દીકરીઓ અને સાસુ સાથે પોતાની સાસરીમાં મહીલા ઘરમાં રહેતી હતી.દરમિયાન ગત જાન્યુઆરી મહિના માં ઉતરાયણ વખતે મહીલાને ખાંસી શરદી થતા ભુવાજી તેમને હોસ્પિટલ લઇ ગયેલ અને કોરોના ટેસ્ટ કરાવતા મહિલા કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું અને તબીબે મહિલાને કોરોન્ટાઇન થવાની સલાહ આપી. જેથી જીતેન્દ્રસિંહ ઉર્ફે લાલા ભૂવાએ મહિલા અને તેના પરિવાર ને કહ્યું હતું કે તમે કોરોના પોઝિટિવ છો અને તમે ઘરમાં કોરિન્ટાઇન થશો તો તમારા સંતાન અને સાસુ ને ચેપ લાગશે તમે મારા ઘરનો ઉપરનો માળ ખાલીછે ત્યાં કોરોન્ટાઇન થઈ જાઓ,ભુવાજી ઉપર વિશ્વાસ અને તેના દ્વારા અપાયેલ સલાહ યોગ્ય લાગતા મહિલા ભુવાના મકાનના ઉપર ના માળે એક રૂમમાં કોરોન્ટાઇન થઈ હતી, ત્યારે મહિલાની એકલતાનો લાભ લઇ ભૂવાએ વિધવા મહિલા સાથે ”તારા પતિની આત્મા મારા શરીરમાં આવે છે ”તેમ કહી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને કોઈ ને કહીશ તો જાન થી મારી નાખવાની ધમકી આપી હતી, અને બે દિવસ બાદ ભુવાએ મહિલાને જણાવ્યું હતું કે “25 જાન્યુઆરી સુધીમાં તું મારી સાથે ફૂલહાર નહીં કરે તો, તારા ઘરના કોઈ સભ્યનું મૃત્યું થશે…અને જો તું ફૂલહાર નહીં કરે તો 28 તારીખે હું મરી જઈશ, તું જે માતાનું સંતાન છે, અને મારા શરીરમાં તારો પતિ આવે છે, એટલે તારે મારી સાથે ફૂલહાર કરવા જ પડશે..ત્યારબાદ મહિલા પોતાનાં ઘરે જતી રહી હતી.અને 25 જાન્યુઆરીનાં રોજ વહેલી સવારે ભુવાનો એક માણસ ગાડી લઇને મહીલા નાં ઘરે આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમને મંદીરે ભૂવા જીતેન્દ્રસિંહ પરમાર બોલાવે છે તેમ જણાવતાં મહિલા ગાડીમાં બેસીને મંદિર પહોંચી હતી, મહીલા માતાજી માં આસ્થા ધરાવતી હોય ભૂવા નાં શરીરમાં તેના પતિ આવ્યાં હશે ,તેમ માની ભૂવા સાથે ફૂલહાર કર્યાં હતાં, પોતાની દીકરીએ ભુવા સાથે ફૂલહાર કર્યાં ની જાણ મહિલાના પિતાને થતાં તેઓ મંદિર પહોંચ્યા હતાં અને ભૂવા ને જણાવ્યું હતું કે ” હિન્દુ ધર્મ અનુસાર હયાત પત્ની હોવા છતાં બીજું લગ્ન કરવું ગુન્હો બને છે, ત્યારે ભુવાની હયાત પત્ની પણ અમે બન્ને બહેનોની જેમ રહીશું એમ જણાવ્યું હતું, ત્યારે મહિલાએ પિતા સાથે રહેવાનું જણાવતાં વિધવા મહિલા પિતા સાથે ચાલી ગઇ હતી,જોકે ત્યાર બાદ ફરી ભૂવો મહિલાના ઘરે પહોંચ્યો હતો અને કહેવા લાગેલ કે ” તે મારી સાથે ફૂલહાર કર્યા છે એટલે તારે મારી સાથે જ રહેવું પડશે, તેમ જણાવતાં મહિલાએ જવાનો ઇનકાર કરી દીધો હતો, છતાં ભૂવાએ પોતાની સાથે લઈ જવાની જીદ પકડતાં પોતાની સાથે આસ્થાના નામે ખોટી રીતે થયેલ દુષ્કર્મ અને ફૂલહાર નાં બનાવ બાદ સતત મહીલા ડિપ્રેશન માં આવી જઈ બાથરૂમ માં જઇને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, મહિલાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી,ત્યારે પૂજારી ભુવા દ્વારા આસ્થાની આડમાં મહિલાને પોતાની હવશનો શિકાર બનાવી હોવાનો ભુવાનો સેતાની ચહેરો સામે આવતા વિધવા મહિલા એ મંદિરના ભૂવા જીતેન્દ્રસિંહ ઉર્ફે લાલા પરમાર વિરૂદ્ધ સંખેડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલિસે ભૂવાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

Screenshot_20220208-193229_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *