Gujarat

વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ડો.ટેડ્રોસનું

 

જામનગર એરપોર્ટ સ્ટેશન પર કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવો દ્વારા કરાયું ભાવભીનુંસ્વાગત

*******

જામનગર તા. ૧૯ – જામનગર ખાતે WHO અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનો શિલાન્યાસ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો.આ પ્રંસગેવિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

        તેઓ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આજે બપોરે આવી પહોંચતા તેમનું સ્વાગત કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ કર્યું હતું. તેમજ આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ પણ જોડાયા હતા. ત્યારબાદ WHO ના ડાયરેક્ટર જનરલ એરફોર્સથી સભાસ્થળે પહોંચવા રવાના થયા હતા.

        આ દરમિયાન જામનગર વાસીઓએ તેમનું સ્વાગત અને અભિવાદન કરવા માટે પરંપરાગત વસ્ત્રોમાં રાસ ગરબા અને વિવિધ કૃતિઓ તેમની સમક્ષ રજૂ કરી હતી.ડો. ટેડ્રોસનું પુષ્પવર્ષાથી પરંપરાગત સ્વાગત કરી તેમને વધાવ્યા હતા. આ તકે જામનગર વાસીઓ પણ તેમના અભિવાદન કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા.

HON.-DIRECTOR-OF-WHO-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *