મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક ઓગષ્ટથી 7 ઓગષ્ટ રાજ્યભરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવાના ભાગ રૂપે પ્રથમ દિવસે છોટાઉદેપુરમાં આઈ સી ડી એસ કચેરીએથી આંગણવાડીની બહેનોએ સ્તનપાન ને લગતી એક જાગૃતિ રેલી યોજી હતી, સ્તનપાન એ જનેતા અને નવજાત માટે કેટલું જરૂરી અને મહત્વનું છે …કુરિવાજો અંગે જાગૃતિ અને કુપોષણ મુક્તિ માટે ના સૂત્રો સાથે આંગણવાડીની બહેનોની રેલી નગરના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી, આંગણવાડીની બહેનો સાથે આરોગ્ય વિભાગની બહેનોએ તાલુકા અને સેજા કક્ષાએ ગૃહ મુલાકાત લઈ સમજણ અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.અને THR ,MMY, PSY યોજનાનો પ્રચાર પ્રસાર પણ કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

