Gujarat

વીરપુરમાં જાહેરમાં યુવતીને ઢોરમાર્યાનો વિડીયો વાયરલ

વીરપુર
દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુટુંબની સ્ત્રીઓ જાેડે કેમ બોલાચાલી રાખી છે એમ કહી મહિલા પર અત્યાચાર ગુજાર્યો હતો. પોતાના જ પરિવારના ૪ જેટલા ઈસમોએ એકસંપ થઈ મહિલાને પકડી જાહેરમાં લાકડીઓ વડે તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ રોડ પર ઢસડી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાં હતા.ગુજરાતમાં મહિલા અત્યાચારના અનેક કિસ્સાઓ છેલ્લા થોડાક મહિનાઓથી સામે આવ્યા છે. ત્યારે આવો જ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં વીરપુરમાં યુવકે જાહેરમાં યુવતીને તાલિબાની સજા આપી રહ્યો છે. તેના વાળ ખેંચીને ચહેરા પર મુક્કા મારી રહ્યો છે. જ્યાં યુવતીએ ચીસો પાડીને પ્રતિકાર કર્યો તો યુવકે સામે પથ્થર ફેંક્યા હતા. આ વીડિયોમાં જે હદે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે જાેઇને એક સમયે આપણું હૃદય પણ કંપી ઉઠે, આ દૃશ્યો રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકાના હોવાનો અનુમાન છે. આ અંગે વીરપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ તપન જાનીએ જણાવ્યું હતું કે, અમને પણ વીડિયો મળ્યો છે, આ માટે અમે ટીમને તપાસ કરવા માટે મોકલી છે. તપાસ બાદ જ સાચી હકીકત જણાયે આગળની કાર્યવાહી કરીશું.

Pulling-hair-and-punching-in-the-face.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *