ગિરગઢડા
ભરત ગંગદેવ..
તાલુકા કક્ષાનાં પ્રશ્રોના નિકાલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૨૩-૦૩-૨૦૨૨ નાં રોજ યોજાનાર કાર્યક્રમ માટે તાલુકા કક્ષાનાં પ્રશ્નો-ફરિયાદો તા. ૧૫-૦૩-૨૦૨૨ સુધીમાં તાલુકા મામલતદાર (ગ્રામ્ય) વેરાવળને મોકલી આપવાની રહેશે. અરજીના મથાળે વેરાવળ તાલુકા માટેનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો તેમનો પ્રશ્ન ગ્રામ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તા. ૧૦-૦૩-૨૦૨૨ સુધીમાં ગામના તલાટી કમ મંત્રી ને સંબોધીને અરજી કરી શકે છે. જે માટે અરજીના મથાળે મારી અરજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવી તેવું દર્શાવવાનું રહેશે.
તેમજ કોઇપણ અરજદારને અરજી કરતા પહેલાં ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ. અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ર હોય તો તાલુકાનાં જવાબદાર અધિકારીશ્રીને પ્રશ્ન લેખિતમાં રજુઆત કરેલ હોવી જોઇએ. અને તે અનિર્ણિત હોય આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જઇએ. તેમજ અરજદારે રૂબરૂમાં પોતાનાં પ્રશ્નનના આધાર પુરાવા સાથે રજુઆત કરી શકાશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો થઇ શકશે નહીં તેમ મામલતદાર(ગ્રામ્ય) વેરાવળની યાદીમાં જણાવાયું છે.
