Gujarat

શંખેશ્વરની પરિણીતાને પતિએ માર મારતા ફરિયાદ નોંધાવી

પાટણ
પાટણના શંખેશ્વરમાં એક મહિલાને તેનાં પતિએ મારમારી દિવાલ સાથે માથુ ભટકાવી ઇજાઓ કરી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરીયાદ મહિલાને શંખેશ્વર પોલીસ ખાતે નોધાવી હતી. મળતી માહિતી મુજબ શંખેશ્વર પિયર ધરાવતા વર્ષાબેન દવેનાં પ્રથમ લગ્ન ૨૦૦૫માં રાજકોટ ખાતે રમેશચંદ્ર સાથે થતાં તેમણે હાલમાં પ્રથમ લગ્નની ૧૫ વર્ષનો પુત્ર છે. જે હાલમાં કડીમાં અભ્યાસ કરે છે. વર્ષાબેનનાં પ્રથમ પતિની માનસિક હાલત ખરાબ થઇ જતાં તેમણે છુટાછેડા લીધા હતા. બાદમાં દોઢેક વર્ષ પૂર્વે તેમનાં બીજાલગ્ન સુરેન્દ્રનગરનાં પાટડી ખાતે રહેતા નિકુલભાઇ સાથે થયા હતા વર્ષાબેન તેમનાં દિકરાને સાથે લાવ્યા હતા ને તેને ભણાવવાની જવાબદારી બીજા પતિએ સ્વિકારી હતી.વર્ષાબેન તેનાં પતિ સાથે પાટડીમાં રહેતા હતા ત્યારે તેમનાં પતિ તેમની સાથે અવાર નવાર ઝઘડો તથા તકરાર કરતા હતા. તા. ૨૮ મીનાં રોજ પતિએ વર્ષાબેનને ધોકાથી મારતાં ઇજા થતાં તથા ધકકો મારીને દિવાલ સાથે માથુ અથડાવતાં તેમણે ભાઇને ફોન કરતાં તે આવીને વર્ષાબેનને લઇ ગયો હતો. આ બનાવ અંગે તેમણે ફરીયાદ નોધાવી હતી.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *