ગાંધીનગર
કોરોનાકાળના બે વર્ષ દરમિયાન આ યોજના હેઠળ એકપણ લાભાર્થી જ્યારે નહોતા નોંધાયા ત્યારે આ યોજના પણ બંધ પણ પડી ગઈ હતી. કોરોનાકાળ બાદ હવે સરકાર ફરીથી નવા સુધારા સાથે આ યોજના શરૂ કરવા જઈ રહી છે. ફરીથી યોજના શરૂ કરવા પાછળ સરકારનો આશાવાદ છે કે લોકો મોટી સંખ્યામાં આ યોજનાનો લાભ લેશે. ગુજરાતમાં આવેલા યાત્રાધામોના સિનિયર સિટીઝન સરળતાથી દર્શન કરી શકે તે અર્થે ગુજરાત સરકારે શ્રવણ તીર્થ દર્શન યોજના અમલમાં મૂકી છે. ૬૦ વર્ષ કે તેથી વધુ વયના ગુજરાતના વતની ગુજરાતમાં આવેલા ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરવા ઓછામાં ઓછા ૩૦ સિટીઝનનું ગ્રુપ બનાવીને પ્રવાસ કરે તો તેઓને એસ.ટી બસના, નોન એ.સી બસના, નોન એ.સી. સુપર બસ અથવા એસ.ટીની મીની બસના ભાડાની ૫૦ ટકા રકમ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. કોરોના કાળ અગાઉના તબક્કા સુધી કુલ ૧૭૯૯ બસો મારફતે ૮૯,૮૯૧ યાત્રાળુઓ દ્વારા આ યોજનાનો લાભ લીધો હતો.ગુજરાત સરકારે જાહેર કરેલી શ્રવણ તીર્થ યોજનામાં એક પણ લાભાર્થી છેલ્લા બે વર્ષથી નોંધાયો નથી. આ જ કારણોસર સરકાર ચિંતામાં સરી પડી હતી કેમ કે દર વર્ષે ઉદ્યોગ વિભાગના હેડ હેઠળ આવતા ટુરિઝમ ક્ષેત્રના તાબાની આ યોજના માટે બજેટમાં રૂ.૫૦ લાખ સુધીની ફાળવણી કરવામાં આવતી હતી. શ્રવણ તીર્થ યોજનામાં કરેલા સુધારા અંગે પ્રવાસન વિભાગ દ્વારા ર્નિણય લેવામાં આવ્યો હતો. આ સુધારેલા ર્નિણય અંગે સરકાર થોડી વારમાં જ પત્રકાર પરિષદ કરી અને સત્તાવાર જાહેરાત કરશે. શ્રવણ તીર્થ યોજના હેઠળ ૬૦ વર્ષ કરતાં ઉપરના વૃદ્ધો જાે યાત્રાધામની મુસાફરી કરતાં હોય અને આ મુસાફરી બસ મારફતે કરે તો સરકાર દ્વારા અત્યાર સુધી બસ ભાડામાં ૫૦ ટકા સહાય અપાતી હતી. જાે કે બે વર્ષથી આ યોજના હેઠળ એકપણ લાભાર્થી ના હોવાને કારણે ફળવાયેલી ગ્રાન્ટ વણવપરાયેલી રહેતી હતી. ગ્રાન્ટનો વપરાશ થઈ શકે તે હેતુથી સરકારે હવે ૫૦ ટકાની સહાય મર્યાદામાં સુધારો કરી ૭૫ ટકા સહાય આપવાનો ર્નિણય કર્યો છે.

