Gujarat

શ્રીમતી વી.ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ ,સાવરકુંડલામાં વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
તારીખ  ૧૫ /૩ /૨૦૨૨ ના રોજ, શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી .ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ગ્રાહક સુરક્ષા મંડળ, સાવરકુંડલા દ્વારા વિશ્વ ગ્રાહક દિવસ ની ઉજવણીના ભાગરૂપે એક સેમિનારનું આયોજન થયું.મહેમાનોનું  સ્વાગત   પ્રિન્સીપાલ શ્રી ચાવડા સાહેબે કર્યું.  શ્રી બીપીનભાઈ પાંધી, શ્રી હર્ષદભાઈ જોશી, તથા ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ, એડવોકેટ શ્રીરમેશભાઈ હિરાણીએ ગ્રાહક સુરક્ષા ધારા વિશે તથા તેની જોગવાઈઓ વિશે મહત્વની માહિતી આપી. કાર્યક્રમનું સંકલન પ્રોગ્રામ ઓફિસર પ્રા. છાયાબેન શાહે કર્યું .સભા સંચાલન કુ.મોરડ ક્રિષ્ના તથા કુ.પાઘડાલ પ્રણાલીએ કર્યું. આભાર દર્શન પ્રા. ડો. હરીતાબેન જોષીએ કર્યુ. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીતથી થયું .કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફે સક્રિય સહયોગ આપ્યો .

IMG-20220315-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *