થાનગઢ માં શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર માં શારીરિક શિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં 1 થી 8 ધોરણ ના બાળકો ને શારીરિક રમતો રમાડીને તેનો અભ્યાસ કરવામાં આવ્યો
વી.ઓ.
થાનગઢ માં આજ રોજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર દ્વારા શારીરિક શિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ધોરણ: 1થી 8 ના ભાઈઓ તથા બહેનો દ્વારા સમતા માં દક્ષ,આરમ, મિતકાલ કરાવ્યા, તેમજ શારીરિક રમતો રમાડીને તેનો અભ્યાસબાળકોને કરાવવામાં આવ્યો અને ત્યારબાદ 13 મંત્રોચ્ચાર કરીને સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા હતા, બાળકોમાં એકતા તથા ભાઈચારાની ભાવના તથા સમૂહભાવ તેમજ શારીરિક વિકાસ કેળવાય માટે આ શારીરિક કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો અને આ કાર્યક્રમ માં સોશ્યિલ ડિસ્ટન્સ રાખી દરેક બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો જયારે આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય હસમુખભાઈ તેમજ શાળા ના તમામ સરસ્વતી વિદ્યામંદિર પરિવાર થાનગઢ દ્વારા શારીરિક શિક્ષણ કાર્યક્રમ ની જહેમત ઉપાડવામાં આવી હતી.
રિપોર્ટ જયેશભાઈ મોરી
થાનગઢ


