બે દિવસ અગાઉ ગ્રામ સભામાં થયેલા હોબાળા ને લઇને મહિલા સરપંચ એશ્રા પટેલ સહિત આઠ લોકો સામે ફરીયાદ નોંધાવી હતી
સંખેડા તાલુકાના કાવિઠા ગામનાંમહિલા સરપંચ એ મોડેલ એશ્રા પટેલઅને તેમના પિતા સહિત 8 લોકો સામે સંખેડા પોલીસસ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. મહિલાસરપંચે ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પતિએ ડો.બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણીનું સૂચન કરતાં એશ્રા પટેલે જાતિવાચક અપમાન કર્યું હતું અને ધક્કે ચડાવીને માર મારવાનો પ્રયાસ કર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહેશભાઇ રબારીએ મારી સાડીનો પાલવ ખેંચીને મને નગ્ન
કરવાનો પ્રયાસ કર્યો કર્યો હતો
નરહરિપટેલે કહ્યું હતું કે ગામ છોડીને ચાલ્યા જાઓ, નહીંતરજાનથી મારી નાખીશું. સરપંચપદેથી પણ રાજીનામું આપીદો, નહીં તો બળાત્કાર જેવા ગંભીર ગુનામાં ફસાવી દઇશ એવી ધમકીઓ આપી હતી તેમજ જાતિ વિષયક અપમાનજનક શબ્દો જાહેરમાં બોલ્યા હતા.
આ મામલેમહિલા સરપંચે મોડેલ એશ્રા પટેલ, શહીત આઠ સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
એશ્રા પટેલ એ આ મામલે જણાવ્યું હતું કે એટ્રોસિટીની ખોટીફરિયાદ નોંધાવી છે. મારા પિતા ત્યાં હાજર હતા જ નહીંતો તેમનું નામ કેવી રીતે આવ્યું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


