Gujarat

બોડેલી માય શાનેન સ્કૂલ માં કેજી વિભાગના વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન પદવીદાન સમારોહ યોજાયો

આજ રોજ Jct ગ્રુપ વડોદરા દ્વારા સંચાલિત માય શાનેન સ્કૂલ બોડેલી માં કેજી વિભાગના વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન પદવીદાન સમારોહ ની કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સિનિયર કેજી  માંથી પાસ થઈ જે વિદ્યાર્થીઓ ધોરણ એક માં પ્રવેશ કર્યો તેમને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા જેમાં કેજી વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રવૃતિઓ જેવી કે ડાન્સ સ્પીચ નાટક પ્રદર્શિત કરી જેમાં વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ ઉજાગર થયેલ હોય અને તેને જોવા મળી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મલકા બેન પટેલ આર્ય હોસ્પિટલના ડોક્ટર અમિતભાઈ પટેલ શાળાના ચેરમેન  લોકેન્દ્ર સિંહ વાસદીયા તેમજ એડવોકેટ મોહસીન મનસુરી  તથા રાજ પરમાર અજયસિંહ અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપલ  આશિષભાઈ કેજી વિભાગના પ્રિન્સિપાલ  ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ હાર્દિક સર  ઓફીસ માંથી આવેલા  ભાવિકાબેન તેમજ સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20220427184836.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *