Gujarat

સંખેડા વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારનો દોર શરૂ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામા આવી છે. છોટાઉદેપુર ,સંખેડા અને પાવીજેતપુર આમ છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો છે. આ ત્રણ બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેરાત કરવામાં આવી ગઈ છે સંખેડા બેઠક પરથી ધીરુભાઈ ભીલને ટિકિટ આપવામાં આવી છે. ધીરુભાઈને ટિકિટ મળ્યાની જાહેરાત થતા સમર્થકોના ટોળા  ભેગા થયા. ધીરુભાઈને મોઢું મીઠું કરવા માટે મીઠાઈ લઈ પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તેમના ધરમાં પણ હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. તેમની 120 વર્ષની ઉંમરની માતાજીએ ધીરુભાઈને આશીર્વાદ આપ્યા પણ આપ્યા હતા. આમ તો આ વિસ્તાર આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે. ભીલ અને તડવી સમાજના લોકોનું પ્રભુત્વ છે. ધીરુભાઈનું કહેવું છે કે, તેઓ દરેક સમાજના લોકોને સાથે રાખી ચાલે છે. કોઈ ભેદભાવ આજ દિન સુધી રાખ્યો નથી. તેઓ નસવાડીના અંતરિયાળ વિસ્તારમાં લોકો  રોજગારી, શિક્ષણ અને આરોગ્યલક્ષી જે સમસ્યા વેઠી રહ્યા છે તે મુદ્દે તેઓ વોટ માગવાના છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221114-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *