Gujarat

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલીયા મોટામાં ‘પરિક્ષા પે ચર્ચા’ ના રાષ્ટ્રીય કક્ષાના ઓનલાઈન લાઈવ કાયૅક્રમ વિદ્યાર્થીઓને  બતાવવામાં આવ્યો

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલીયા મોટામાં તા.01-04-2022 ના રોજ ભારતના માનનીય વડાપ્રધાન ‘નરેન્દ્ર મોદી’  દ્રારા આયોજીત રાષ્ટ્રીય કક્ષાનો ‘પરિક્ષા પે ચર્ચા’ કાયૅક્રમ અંતર્ગત સમગ્ર કોલેજના  ઉત્સાહી વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યો હતો.
આ  કાર્યક્રમના અઘ્યક્ષ   કોલેજના  આચાર્યશ્રી ડો. રાજેન્દ્રસિંહ એ. રાઠીડ સાહેબના માર્ગદર્શન હેઠળ વિઘાથિઓને પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન ડી ડી ગિરનાર ચેનલ મારફતે બતાવવામાં આવ્યો જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પરિક્ષા માટે માનસીક સજ્જતા કેળવાય, ખોટા વલણોથી દુર રહે અને જીવનમાં સફળતા મળે તેવો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજના વાઈસ પ્રિન્સીપાલ પ્રો ડો. કેતનભાઈ કાનપરિયા, પ્રો રંગજીભાઈ ગામીત પ્રો હિતેશ કુમાર મોરી, પ્રો ડો પારુલબેન મારું પ્રો. લાભુભાઈ મેમકીયા પ્રો. ડો. વૈશાલી બેન પટોળીયા હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ  કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના સમગ્ર સ્ટાફ પરિવાર શ્રી યશભાઈ શીંગાળા, શ્રી અંકિત મેતલિયા શ્રી મંગલભાઈ શ્રી પ્રતિકભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220401-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *