Gujarat

સરકાર હંમેશા  ખેડૂતોની સાથે છે  : કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ  

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતોને થયેલ પાક નુકસાનીનું જાત નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ જોડિયા તાલુકાના વિવિધ ગામડાઓ જેમાં ભીમકટા, માણામોરા, કોઠારીયા, દુધઈ ગામની મુલાકાત કરી હતી. કૃષિમંત્રીશ્રીએ ખેડૂતો સાથે બેઠક યોજી તેમની સમસ્યાઓ જાણી હતી અને જણાવ્યું હતું કે, સરકાર હરહંમેશ ખેડૂતોની સાથે છે. અને શક્ય એટલી ત્વરિત રાહત આપવા માટે કટિબદ્ધ છે, તેમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મંત્રીશ્રીએ મોરબી જિલ્લાના પણ અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈ પાક નુકસાની અંગેનું નિરીક્ષણ કર્યું હતું. 

આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઇ ચનીયારા, જોડિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી જેઠાભાઈ અઘેરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજી ભાઇ દેથરિયા, શ્રી ભીમજીભાઈ મકવાણા, શ્રી રસિકભાઈ ભંડેરી, શ્રી પદુભા જાડેજા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

raghavjibhai-patel-10.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *