Gujarat

સરાલી ખાતે પાટોત્સવ અને ફૂલારા ગરબામાં ગુજરાતી ગાયક વિક્રમ ઠાકોર રહ્યા ઉપસ્થિત.

રિપોર્ટર મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સરાલી ગામે રામદેવજી મહારાજ અને આશાપુરી માતાજી નો પાટોત્સવ તેમજ ફુલારા ગરબા અને સમૂહ બાળાવાળ નો કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ક્ષત્રિય ઠાકોર સમાજ નું અનમોલ રતન એવા વિક્રમભાઈ ઠાકોર ઉપસ્થિત રહી ગરબા અને ગીતોની રમઝટ બોલાવી હતી.સમગ્ર કાર્યક્રમમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ ખેડા જિલ્લાટીમ ,કઠલાલ તાલુકા ટીમ,મહુધા તાલુકા ટીમ દ્વારા અને સરાલી ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પિન્ટુભાઈ ચૌહાણ,હર્ષદભાઈ સોઢા પરમાર તથા સમસ્ત સરાલી ગ્રામજનો દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.

IMG-20220307-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *