Gujarat

સાધુવાસવાણી રોડ પર યુવકે ૫૦૦ રૂપિયા આપવાનીના પાડતાં તેના મિત્રએ કર્યો છરીથી હુમલો

રાજકોટ
રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલ ઝુલ્લેલાલ કોલ્ડ્રીંકસ પાસે હર્ષ દવે નામના યુવકે ૫૦૦ રૂપિયા આપવાનીના પાડતાં તેના મિત્ર દરહાન ઉર્ફે સોઢાએ છરીથી હુમલો કર્યો હતો. જેમાં લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો હતો. આ અંગે ફરીયાદી રજનીભાઈ નંદલાલભાઈ દવે (ઉ.વ.૬૦) એ જણાવ્યું હતું કે હું આલ્ફા રોડવેજમાં નોકરી કરૂ છું. અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હર્ષ ઉર્ફે મોરલી છે. ગઈ તા.૨૭ના હું નોકરી પર હતો ત્યારે મારી પુત્રીનો ફોન આવેલ કે હર્ષને કોઈએ છરી મારેલ છે તેને સીવીલ હોસ્પિટલે સારવારમાં ખસેડેલ છે. જેથી હું ત્યાં પહોંચતા મારા પુત્ર હર્ષને પુછતાં તેને જણાવ્યું હતું કે ગત રાત્રીના મારા મિત્ર ફરદિન ઉર્ફે સોઢાનો ફોન આવેલ હતો કે તે સાધુવાસવાણી રોડ પર જુલ્લેલા કોલ્ડ્રીંકસ પાસે ઉભેલ છુ અને મારે તારૂ કામ છે તેમ કહેતાં હું ત્યા ગયેલ હતો ત્યારે હરદિને કહ્યું કે મારે જામનગર જાવુ છે તું મને ૫૦૦ રૂપિયા આપ જે મે આપવાની ના પાડતાં તે ઉશ્કેરાયો હતો. અને ઝઘડો કરી છરી ઝીંકી દિધી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *