સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા તાલુકાનું સીમરણ ગામમાં ગામ લોકોના સહિયારા પ્રયાસથી ગામના રામજી મંદિરની બાજુમાં એક ભવ્ય પક્ષીઓ માટે ચબુતરો બનાવવામાં આવ્યો છે કપરાં ઉનાળાના સમયમાં માણસને રહેવું પણ મુશ્કેલ બનતું હોય છે ત્યારે પક્ષીઓને રહેવા માટે મુશ્કેલી પડતી હોય છે નદીના કિનારા વૃક્ષોની ડાળીઓ અને પહાડો પર પંખીઓ પોતાના માળા બાંધી એને રહેતા હોય છે પણ સૌરાષ્ટ્રમાં સેવાની તાસીર તો કંઈક અલગ જ છે જ્યાં અબોલ પશુઓને પંખીઓ માટે પછી ગામડું હોય કે શહેર તેમાં સેવાકીય પ્રવૃત્તિ સતત જ્યોત ઝળહળતી રહે છે નાનકડા એવા સીમરણ ગામમાં ગામલોકોના સહકારથી સાત લાખ રૂપિયાના ખર્ચે પક્ષીઓ માટે ભવ્ય ચબુતરો બનાવવામાં આવ્યું છે ૩૬ માળનો ચબુતરો અઠ્ઠાવન ફૂટ ઊંચાઈ ધરાવે છે એક માળ ૧૦ ઘર બનાવવામાં આવેલ છે ત્યારે ૩૬ માળ માં ૩૬૦ જેટલા ઘર પક્ષીઓના બનાવવામાં આવ્યા છે એક ઘરની અંદર પાંચ જેટલા પક્ષીઓ આરામથી રહી શકે છે ત્યારે નાનકડા એવા સિમરણ ગામ હજારો પક્ષીઓને રહેવા માટેનું ભગીરથ કાર્ય ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે
Attachments area


