સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
બ્રહ્મ ફ્રેન્ડ ગ્રુપ દ્વારા સાવરકુંડલા શહેરના બ્રહ્મ અગ્રણીઓ, પરશુરામસેનાના યુવાનો અને કર્મકાંડી મંડળના ભૂદેવો તથા રાજકોટ, અમરેલી, રાજુલા, લીલીયા, વાડિયા, દામનગર વગેરે શહેરના બ્રહ્મ અગ્રણીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
(૧) શ્રી મિલનભાઈ શુકલા – રાજકોટ
(૨) શ્રી તનસુખભાઇ ઠાકર – અમરેલી
(૩) શ્રી ચિરાગભાઈ ત્રિવેદી – અમરેલી
(૪) શ્રી દીપકભાઈ મહેતા – અમરેલી
(૫) શ્રી કનકભાઈ જાની – રાજુલા.
(૬) શ્રી ઇંદ્રવંદન ભાઇ શુકલ દામનગર
(૭) શ્રી સંજીવ ભાઇ જોષી રાજુલા
(૮) શ્રી દિવ્યકાન્તભાઈ જોશી
(૯) શ્રી કિરીટભાઈ દવે
(૧૦) શ્રી સંદીપભાઈ ભટ્ટ
(૧૧) શ્રી મનનભાઈ જાની
વગેરે બ્રહ્મ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મિટિંગમાં દીપ પ્રાગટ્ય કરી અગ્રણીઓ તમામનું પુષ્પ ગુચ્છ તથા શબ્દોથી સ્વાગત કરવામાં આવેલ હતું અને ભુદેવો દ્વારા સંસ્કૃત વેદ – મંત્રોચ્ચાર પઠન કરવામાં આવેલ હતા. તેમજ પરશુરામ સેના દ્વારા ભગવાન પરશુરામ પ્રાગટ્ય મહોત્સવ ઉજવણીમાં સમૂહ યજ્ઞોપવિત અને બ્રહ્મ ચોર્યાશી આયોજન અંગે માહિતી આપેલ હતી. રાજકોટથી પધારેલ શ્રી મિલનભાઈ શુક્લા એ બ્રહ્મદેવ સમાજના કાર્ય અને સામજિક એકતા સંદભે માહિતી આપેલ હતી. કાર્યક્રમ ના અંતે બ્રહ્મ ભોજન રાખવામાં આવેલ હતું. કાર્યક્રમમાં નિયત કરેલ સંખ્યા કરતા બહોળી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સફળ બનાવવા માટે બ્રહ્મસેવક આશિષભાઈ રાજ્યગુરૂ તથા સમગ્ર ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.


