સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
રેલિંગના હોવાના કારણે સાવરકુંડલાના જીરા આંબા વચ્ચેનો શેત્રુંજી કોઝવે પર અકસ્માતો થવાની આશંકા અહીંથી પસાર થતાં વાહનો ક્યારેક સાઈડ અપ થવા જતા સીધા નીચે ખાબકે તેમ છે ચોમાસાના કારણે અહીં લીલ જામી જતું હોય તેની ચીકાશના કારણે કોઝવે લપસણો લીસો થઈ જતો હોય અને ચોમાસામાં અહીંથી પસાર થતાં વાહનોમાં અકસ્માતની કે દુર્ઘટનાની સંભાવના નકારી શકાય તેમ નથી તો તંત્ર આ પ્રશ્ન ને જાગૃત થઇ અને સલામતી ના ભાગ રૂપે નક્કર પગલા લઈ અને અહીં બંને બાજુએ રેલિંગ કરી અકસ્માતો થતાં અટકાવે તેવી તંત્ર પાસે સા.કુંડલા શહેર કોંગ્રેસ માઈનોરીટી સેલ પ્રમુખ રૂસ્તમ સમાએ માંગ કરેલી છે

