Gujarat

સાવરકુંડલા તાલુકાના PGVCL ના અધિકારીઓની હાજરીમાં ધારાસભ્યશ્રીની કાર્યાલયે લોકદરબાર યોજીને સાવરકુંડલા તાલુકાના  ગામડાઓના PGVCL લગત પ્રશ્નો  સાંભળતાં પ્રતાપ દુધાત

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજરોજ ધારાસભ્ય તેમના તાલુકાના પ્રવાસ દરમ્યાન સાવરકુંડલા MLA કાર્યાલય ખાતે સાવરકુંડલા PGVCL અધિકારીઓને બોલાવીને સાવરકુંડલા તાલુકાના ગામોમાં ઘર વાપરશ વીજળી, ખેતીવાડી વીજળી, તેમજ લો વોલ્ટેઝ, હાઈ વોલ્ટેજ, શોર્ટ સર્કિટ, સમયસર વીજળી નહિ મળવાના ઘણા પ્રશ્નો હતા, જે અન્વયે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત, અને pgvcl ના અધિકારીઓ  સાથે સંકલન કરી અને લોકદરબારમાં લોકોને સ્થળ પર ન્યાય મળે તેવા શુભ આશયથી  લોકદરબાર યોજવામાં આવેલ હતો. જેમાં સાવરકુંડલા તાલુકાના ગામોમાંથી . આગેવાનો, હોદેદારો, અને અરજદારો હાજર રહ્યાં હતાં. જેમાં લોકોને પડતી મુશ્કેલીઓને ધારાસભ્યશ્રીએ સાંભળી હતી, અને લોકોને તેમના પ્રશ્નોનો જેવા કે, ઘર વાપરશ વીજળી માટે કવોટેશન આવેલ હોય તેમનું કોટેશન ભરેલ હોવા  છતાં તેઓને વીજ મીટર આપવામાં આવેલ નથી તેઓને સત્વરે વીજ મીટર આપવા જણાવેલ તેમજ  લો વોલ્ટેઝ, હાઈ વોલ્ટેજ  જેવા પ્રશ્ને અધિકારી સાથે વિચાર વિમર્શ કર્યા બાદ અધિકારીઓ દ્વારા વહેલી તકે આ પ્રશ્નોને નિકાલ લાવવામાં આવશે તેવું જણાવેલ તેમજ ખેતીવાડી વીજળીના પ્રશ્નો અંગે જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય કરવાની ખાત્રરી આપેલ છે.તથા સમયસર વીજળી નહિ મળવાના બાબતે અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે આમ સાવરકુંડલા તાલુકાના વિવિધ પ્રશ્નો અંગે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતની લોકદરબારમાં  PGVCL ના અધિકારીને તેમના મત વિસ્તાર સાવરકુંડલા તાલુકાના વીજળી લગત પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરીને સત્વરે નિકાલ કરવા જવાબદાર અધિકારીઓને સુચના આપેલ હતી,  આમ ધારા સભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા પોતાના મત વિસ્તાર સાવરકુંડલા તાલુકાના PGVCL  લગત પ્રશ્ને લોકદરબાર યોજીને લોકોને ન્યાય મળી રહે તેવા ઉદેશ રાખીને પ્રશ્નોનો ટૂંકસમયમાં નિકાલ લાવવામાં આવશે તેવી PGVCL અધિકારીઓ દ્વારા ખાત્રી આપેલ છે.

IMG-20220530-WA0065-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *