Gujarat

સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશીને સ્થાને સંવૈધાનિક હોદો ધરાવતાં તૃપ્તિબેન રાજુભાઈ દોશી નગરપાલિકા કચેરીમાં હાજર રહે તેવી સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર આઠનાં સદસ્ય હરિભાઈ ભરવાડ અને દયાબેન નીતીનભાઈ હેલૈયાએ સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને લેખિત રજૂઆત કરી..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર આઠનાં સદસ્ય હરિભાઈ ભરવાડ અને દયાબેન નીતીનભાઈ હેલૈયાએ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશીને બદલે સંવૈધાનિક રીતે નગરપાલિકા પ્રમુખનો વિધિસરનો હોદો ધરાવતાં તૃપ્તિબેન રાજુભાઈ દોશી નગરપાલિકામાં પોતાની ઓફિસમાં હાજર રહે એવી લેખિત રજૂઆત સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને કરેલ છે. વિશેષમાં તેમણે આ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પ્રમુખ પતિ રાજુભાઈ દોશી વોર્ડ નંબર આઠનાં વિસ્તારનાં ભાજપના ચૂંટાયેલા સદસ્યોની આ વિસ્તારનાં લોકપ્રશ્રનોની વાત કે સૂચન ને ધ્યાનમાં લેતા નથી અને આ સદસ્યોને યોગ્ય રીતે સાંભળતાં પણ નથી. વોર્ડ નંબર આઠનાં વિસ્તારનાં  લોકો જે સમસ્યાઓથી હેરાન પરેશાન થઈ રહ્યા છે અને વોર્ડ નંબર આઠના સદસ્યો તરીકે પોતાને આ વિસ્તારનાં પ્રશ્ર્નોનાં નિવારણ માટે હવે બીજો કોઈ વિકલ્પ ન રહેતો હોવાથી સંવૈધાનિક રીતે ચૂંટાયેલા પ્રમુખ તૃપ્તિબેન દોશી નગરપાલિકાની કચેરીમાં હાજર રહીને વોર્ડ નંબર આઠની સમસ્યાઓને સાંભળે એ હેતુથી સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ તૃપ્તિબેન દોશી સાવરકુંડલા નગરપાલિકા કચેરીમાં હાજર રહે એવી લેખિત રજૂઆત સાવરકુંડલા ચીફ ઓફિસરને કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *