સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા માર્કેટયાર્ડના આસીસ્ટન્ટ સેક્રેટરી અને શહેરના પ્રતિષ્ઠિત બ્રહ્મસમાજના અગ્રણી મુકેશભાઈ ત્રિવેદી વયનિવૃતિને કારણે નિવૃત્ત થતાં સાવરકુંડલા માર્કેટયાર્ડના બઝાર સમિતિના ચેરમેન શ્રી દિપકભાઈ માલાણી, સેક્રેટરી શ્રી આર. વી. રાદડિયા અને સ્ટાફ દ્વારા શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અને શ્રીફળ આપી ખૂબ જ ભાવપૂર્ણ વિદાયમાન આપવામાં આવેલ. આ તકે તેની દીર્ઘકાલીન સેવાને પણ બિરદાવવામાં આવી. તેના ભવિષ્યની મંગલ કામના સાથે શુભેચ્છા પણ પાઠવવામાં આવી.
———————————————————————
માર્કેટયાર્ડ સાવરકુંડલાના આસી.સેક્રેટરીશ્રી મુકેશભાઇ ત્રિવેદી વયનિવૃત થતા બજાર સમિતીના ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણી તથા સેક્રેટરીશ્રી આર.વી.રાદડીયા અને સ્ટાફ દ્વારા તેઓને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અને શ્રીફળ આપી વિદાયમાન આ૫વામાં આવ્યુ. અને તેમનુ આગામી જીવન આરોગ્યમય અને મંગલમય રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી… તેઓએ પોતાના સેવાકાળ દરમ્યાન બજાર સમિતિમાં પુરીનિષ્ઠા અને પ્રમાણીકતાથી ફરજ બજાવેલ તે બદલ તેઓશ્રીને બિરદાવવામાં આવેલ…


