Gujarat

સાવરકુંડલા શહેરની વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની પક્ષી બચાવો અભિયાન સંદર્ભે સમગ્ર રાજ્યમાં તેની આ સેવા પ્રવૃતિની નોંધ લઈને અમરેલી જિલ્લા કલેકટર દ્વારા જાહેર સંન્માન સાથે પ્રમાણત્ર આપી ગૌરવાન્વિત કરવામાં આવેલ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
અંતે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની પક્ષી બચાવો અભિયાન સંદર્ભે કરેલી અથાગ મહેનત રંગ લાવી ખરી. રાજ્ય મંત્રી વન પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ ૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી પક્ષી બચાવો ઝૂંબેશ માટે કરુણા અભિયાન હાથ ધરવામાં આવેલ. આ સંદર્ભે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાની સમગ્ર ટીમ ટ્રસ્ટના પ્રમુખ સતીષ પાંડેનાં માર્ગદર્શન હેઠળ પતંગની દોરીથી ઘાયલ થયેલ અનેક પક્ષીઓને બચાવી તેને સારવાર અપાવી અને આમ સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન દરમિયાન કુલ ૧૩૬૬૬ થી વધુ પક્ષીઓને સારવાર આપી બચાવી શક્યા. આ સંદર્ભે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાની આ પક્ષી બચાવો ઝૂંબેશની તંત્ર દ્વારા નોંધ લેવામાં આવી અને સમગ્ર રાજ્યમાં અનેક સંસ્થાઓ પૈકી આ સંસ્થાની પ્રવૃત્તિને રાજય મંત્રી વન પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ દ્વારા અમરેલી કલેકટર દ્વારા કોવિડ ગાઇડલાઇનનાં નિયમોનું પાલન કરીને જાહેર સંન્માન કરવામાં આવેલ.
આ સમાચાર સાંભળીને સમગ્ર વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટનાં સભ્યોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી
આમ પર્યાવરણ અને જીવદયા ક્ષેત્રે સાવરકુંડલા શહેરનું આ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટે ગૌરવાન્વિત કરેલ છે.

IMG-20220126-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *