સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ સાવરકુંડલા શહેરમાં શિવાજી નગર પટેલવાડી ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭ મી જન્મજયંતિ પ્રસંગે સાંપ્રત મોરબીની દુર્ઘટનાને અનુલક્ષીને ખૂબ જ સાદગીપૂર્ણરીતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવવામાં આવેલ. સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને ફૂલહાર કરી મોરબી ખાતે પુલ તૂટવાને કારણે અકાળે મૃત્યુ પામેલા લોકો માટે મૌન ધારણ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આમ જ્ઞાતિ ભોજન સિવાયના તમામ કાર્યક્રમો સ્થગિત કરવામાં આવેલ. જ્ઞાતિ સમૂહ ભોજન સંદર્ભે સાવરકુંડલાના પટેલ સમાજના અગ્રણી પ્રવિણભાઈ સાવજે જણાવ્યું હતું કે ભોજન અગાઉ બની ચૂક્યું હોય ભોજનનો બગાડ ન થાય એને લક્ષમાં લઈને માત્ર સમૂહ જ્ઞાતિ ભોજનનો કાર્યક્રમ યોજાયો. આમ મોરબીની ઘટનાના પડઘા સૌરાષ્ટ્રના ઠેર ઠેર શહેર શહેરોમાં પડ્યા હતાં. આમ કહીએ તો સમગ્ર સૌરાષ્ટ્ર આ દુર્ઘટનાને કારણે શોકમાં ગરકાવ થઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો.

