સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં બોઘરયાણી ખોડિયાર જવાના રસ્તા પર રામાપીરના મંદિર પાછળ આવેલાં સૂકનેરા ડેમ પાસે અજાણ્યા વ્યક્તિની લાશ મળી હતી. તેણે બ્લ્યુ ટીશર્ટ અને કાળુ પેન્ટ પહેરેલ હતું કાળાવાળવાળી દાઢી જેના જમણાં હાથ પર અંગ્રેજીમાં S. R. R. S. અને ડાબા હાથમાં R.S.K.લખેલ છે. લાશ પાણીમાં કોહવાયેલ હાલતમાં મળી આવી. લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ. લાશની ઓળખ સુનીલ ગોરધનભાઈ પરમાર ઉ. વર્ષ. ૨૭, થઈ છે. મૃતક સાવરકુંડલા મણીનગર અબુબકઝરીયા મસ્જીદ પાસે રહેતો હતો. લાશ ડેમ પાસે કેમ આવી?? તે અંગે પોલીસ તપાસ ચાલુ છે. સાવરકુંડલા નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગ અને સાવરકુંડલા પોલીસની સંયુક્ત કામગીરી દ્રારા ડેમ પાસેથી લાશ કાઢવામાં આવી હતી. આસપાસના લોકો અહીં લાશને જોવા માટે ટોળે વળેલા જોવા મળ્યા હતાં .
2 Attachments


