Gujarat

સાવરકુંડલા શહેરમાં યોજાયેલા વન વિભાગ નોર્મલ રેન્જ સાવરકુંડલા અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિશ્ર્વ સિંહ દિન નિમિત્તે નીકળેલ ભવ્યાતિભવ્ય રેલી..  વિદ્યાર્થીઓ પર્યાવરણપ્રેમીઓની એક અનોખી ઝલક જોવા મળી .. સિંહનાદ સાથે સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. સિંહ દિવસ નિમિત્તે સાવરકુંડલા શહેરે એક અનોખો વિક્રમ સ્થાપિત કર્યો. આ વિશ્ર્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સંવર્ધન અને જાગૃતિ અર્થે ૧૫ લાખ લોકો સુધી સોશ્યલ મિડિયા દ્વારા સંદેશ પહોંચાડયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ વિશ્ર્વ સિંહ દિવસ નિમિત્તે   ૧૫ થી ૨૦ સ્કૂલોનુ ગેધરીંગ ઓપન એર થિયેટરમાં
વન  વિભાગ નોર્મલ રેન્જ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત મહારેલીમાં પર્યાવરણ પ્રેમીઓ. પત્રકાર મિત્રોની ઉપસ્થિતમાં વિશ્ર્વ સિંહ દિવસ નિમિત્તે મહારેલીનુ આયોજન થયું હતું આ કાર્યક્રમમાં ગીરને લગતાં ચારણી સાહિત્યની રમઝટ બોલી. સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે શાળાના અંદાજિત ૫૬૦૦ થી વધુ બાળકોને પ્રતિજ્ઞા લેવડાવવી, કાર્યક્રમનો પ્રારંભ સ્વાગત વિધિ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમના દીપ પ્રાગટય વિધીમાં શહેરના પર્યાવરણ પ્રેમીઓ, શૈક્ષણિક જગતના અધિકારી તથા શિક્ષક ગણ વન વિભાગના કર્મચારીગણની ઉપસ્થિતિમાં મંચ પર કરવામાં આવેલ. આજે સાવરકુંડલા જાણે સિંહમય થયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. અંદાજિત પંદર થી વધુ સ્કૂલના આશરે ૫૬૦૦  કરતાં વધુ વિદ્યાર્થીઓ આ ઓપન એર થિયેટરમાં ઉપસ્થિત રહ્યાં હતાં આ સંદર્ભે મંચ પરથી વક્તાઓએ સિંહ સંવર્ધન અને સિંહની ઉપયોગીતા વિશે રોચક વક્તવ્ય આપેલ. મંચ પરથી સિંહનાદ રૂપે સૂત્રોચ્ચાર થયાં ત્યારબાદ  ઉપસ્થિત તમામ રેલી સ્વરૂપે સાવરકુંડલા શહેરમાં જનતા બાગેથી નીકળેલી આ મહારેલીનું અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપુલભાઈ દુધાત,  વન વિભાગ નોર્મલ રેન્જ સાવરકુંડલા આર. એફ. ઓ. ચાંદુ સાહેબ તથા સિંહપ્રેમી હાજી દિલાવરખાન પઠાણે સાવરકુંડલા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વર્ષાબેન ખખ્ખર અને વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સહમંત્રી ભરતભાઈ જોષીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી રેલીને  પ્રસ્થાન કરાવ્યું.  બાળકોએ  સિંહની મુખાકૃતિ ધારણ કરીને ભવ્યાતિભવ્ય મહારેલી શહેરમાં લોકોને પણ સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી બાળકો દ્વારા વિવિધ સિંહને લગતાં સૂત્રોચ્ચાર કરી.  નાગરિકોમાં રાષ્ટ્રીય ભાવના બળવત્તર બને તેવી ભાવના સાથે આગેકૂચ કરતાં જોવા મળ્યાં. ઓપન એર થિયેટરમાં બાળકોએ તિરંગા પણ લહેરાવ્યો હતાં એકંદરે સાવરકુંડલા શહેરે વિશ્ર્વ સિંહ દિવસની ગરિમામય ઉજવણી કરી એક અનોખો કિર્તિમાન સ્થાપિત કર્યો હતો.. ખરેખર નાવલી નદીનું ખમીર આ દિવસે ઝળકી ઉઠ્યું..આમ ગણો તો આ વિશ્ર્વ સિંહ દિવસ નિમિત્તે સિંહનાં સંરક્ષણ અને સંવર્ધન માટે સોશિયલ મીડિયા દ્વારા ૧૫ લાખ લોકોને સંદેશો પહોંચાડવામાં આવેલ.બપોર બાદ વન વિભાગ નોર્મલ રેન્જ સાવરકુંડલા અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ફરી લોકો સાથે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ લાવવા સંવાદ પણ કર્યો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા R.F.O શ્રી ચાંદુ સાહેબ તેમજ તેમની ટીમ તથા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ સતીષ પાંડે તથા તેની ટીમે જહેમત ઉઠાવી હતી.

IMG-20220810-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *