સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ ખોડિયાર ચોક પાસે આવેલ ગરનાળા પાસેથી પસાર થતાં મકાનની ખરેખર દયનીય હાલત છે. આ પરિવાર છેલ્લા બે વર્ષથી અહીં ગરનાળા સમયે કરેલ ખોદકામને કારણે પોતાના ઘરનું પ્રવેશદ્વાર આજે ફરજિયાત બંધ કરવું પડ્યું છે. હાલ આ પરિવારે પોતાની દુકાનમાંથી આવવા જવાનું રાખેલ છે. આ પરિવારે આ અગાઉ પણ ઘણાં સમય પહેલાં અહીં તત્કાલીન નગરપાલિકા ચીફ ઓફિસરને આ અંગે વિગતવાર લેખિત રજૂઆત પણ કરી હતી ત્યારબાદ પણ પરિસ્થિત હજુ પણ જૈસે થે જેવી જ છે. આ સંદર્ભે જો આ પરિવારને કોઈ માંદગી કે કોઈ પ્રસંગ આવે તો શું કરવું એ ચિંતા પણ સતત સતાવતી જોવા મળે છે. આ સંદર્ભે તંત્ર યોગ્ય કાર્યવાહી કરી આ પ્રશ્ર્ન હલ કરે તો આ પરિવાર રાહતનો શ્ર્વાસ લઈ શકે. આ ઉપરાંત આ ગરનાળાંમાં પણ અવારનવાર કચરો અને ગંદકી થતી હોય તંત્ર નિયમિત સફાઈ અને સ્વચ્છતા કરાવવા માટે કોઈ ઠોસ પોલિસી ઘડી કાઢે એ પણ લોકોનાં આરોગ્ય માટે જરૂરી છે. આમ પણ સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને આપણાં માનનીય વડાપ્રધાને પણ સ્વચ્છતાનું મહત્વ સમજાવેલું છે. શક્ય હોય તો સાવરકુંડલા નગરપાલિકાના સત્તાધીશો આ વિસ્તારની જાતમુલાકાત લઈને પરિસ્થિતિનું આકલન કરે અને યોગ્ય કાર્યવાહી કરે તો આ પરિવારની મુશ્કેલીનું કાયમી નિવારણ થઈ શકે.

