સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા હાથસણી રોડ પર ખોડિયાર ચોક પાસે ડો. પરમાર સાહેબના દવાખાન પાસે તથા પાસેની બજરંદાસબાપાની ઝૂંપડી પાસે આ વરસાદી માહોલ દરમિયાન પડેલા મોટા મોટા ખાડા બુરાતાં હંગામી ધોરણે અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો. જો કે આગામી વરસાદી વાતાવરણમાં આ બુરેલા ખાડા કેટલા કારગર રહે છે એ તો સમય જ કહેશે પરંતુ હાલ ખાડા બુરાઈ જવાથી લોકો ખાસકરીને વૃધ્ધજનો અને બાળકોને રાહત થઈ.
જો કે આ ચોમાસામાં હજુ એવો જોરદાર વરસાદ તો પડ્યો જ નથી ત્યાં શહેરના રસ્તાઓ ઉપર ખાડા જોવા મળતાં લોકો પણ આ રસ્તાની ગુણવત્તા વિશે પ્રશ્નાર્થ કરતાં જોવા મળેલ..!!
