Gujarat

સાવરકુંડલા શહેરમા આવેલ આરોગ્યના અનોખા ધામ સમા વિદ્યાગુરુ ફાઉન્ડેશન  દ્વારા પ્રકાશિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (નિઃશુલ્ક) ખાતે જરૂરિયાતમંદ કર્મચારીઓને દાતાશ્રી મનુભાઈ ગાંધી તરફથી સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ સાવરકુંડલા શહેરમાં આવેલ આરોગ્યના અનોખા ધામ સમા વિદ્યાગુરુ ફાઉન્ડેશન  દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (નિ:શુલ્ક) ખાતે આ સંસ્થામાં કામગીરી બજાવતાં કર્મચારીઓ કે જેને અહીં આવવા જવા માટે કોઈ વાહનની વ્યવસ્થા નથી તેવા તમામ કર્મચારીઓને આ સંસ્થાના દાતાશ્રી મનુભાઈ ગાંધી તરફથી સાયકલ અર્પણ વિધીનો એક કાર્યક્રમ ખૂબ શાંત, સૌમ્ય અને સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં સંસ્થામાં યોજાયો હતો. આ તકે આ સમારંભમાં ઉપસ્થિત સંસ્થાના ટ્રસ્ટી ચંદ્રિકાબેન કામદાર, સંસ્થાના શુભેચ્છક પ્રમોદભાઈ સંઘવી, ચેતનભાઈ દોશી ડો. દીપકભાઈ શેઠ આ આરોગ્ય મંદિરના સુપ્રિટેન્ડન્ટ મગનભાઈ પાંડવ, સંસ્થાના સહમંત્રી તરીકે સેવા આપતાં શ્રી ભરતભાઈ જોષી, પત્રકાર મિત્રો અને કર્મચારીગણની ઉપસ્થિતમાં જરૂરિયાતમંદ કર્મચારીઓને સાયકલ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ તકે કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત તમામ મહેમાનોનુ સ્વાગત પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવેલ. આ તકે સંસ્થાના સહમંત્રી શ્રી ભરતભાઈ જોષીએ તમામ ઉપસ્થિતોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. આ તકે દાતાશ્રી મનુભાઈ ગાંધીનો આ સંસ્થા પ્રત્યેનો સદભાવ અને આર્થિક સહયોગની નોંધ લઈને તેના પ્રતિનિધિ તરીકે અહીં સાવરકુંડલા શહેરના લબ્ધપ્રતિષ્ઠ વેપારી અગ્રણી પ્રમોદભાઈ સંઘવીની સહ્રદયતા અને સદભાવનાની પણ નોંધ લીધી હતી. આમ તો તેને આ સંસ્થાના એમ્બેસેડર તરીકે જ ગણી તેમનો સંસ્થા વતી હાર્દિક આભાર માનેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરોગ્ય મંદિરના સુપ્રિટેન્ડન્ટ મગનભાઈ પાંડવ દ્વારા કરવામાં આવેલ. આમ સાયકલ એ તો પ્રતિકાત્મક છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ તો અહીં આવતાં કર્મચારીઓ વાહનના અભાવે કોઈ મુશ્કેલી ન અનુભવે અને સમયસર સંસ્થામાં આવી પોતાની કામગીરી કરી શકે. આમ ગણો તો સાયકલ વિતરણ એ ખૂબ નાની બાબત ગણાય. પરંતુ સાયકલના ઉપયોગ દ્વારા કર્મચારીઓ પેટ્રોલ કે ડિઝલના ધુમાડાથી ઉત્પન્ન થતું પ્રદુષણને નિવારી શકે અને પર્યાવરણનું સંરક્ષણ કરવામાં પોતાનું યોગદાન આપી ખરાં અર્થમાં રાષ્ટ્રીય જ નહીં વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગની અસરને ખાળવામાં પોતાનો યથાશક્તિ ફાળો આપી શકે. એટલે કે પર્યાવરણ પણ પ્રદુષિત ન થાય અને સાયકલ ચલાવી પોતાના સ્વાસ્થ્યને પણ ઘણે અંશે સ્વસ્થ રાખી શકે. આમ સાયકલ વિતરણ દ્વારા આમ તો પર્યાવરણીય સ્વચ્છતા માટે પણ સંસ્થાના કર્મચારીઓ યોગદાન આપી શકે. સાયકલ વિતરણ દ્વારા સમગ્ર વિશ્ર્વમાં પર્યાવરણ શુધ્ધિકરણનો સંદેશ પણ આ સંસ્થા દ્વારા ગુંજતો રહે એવું પણ લાગે છે. આ અગાઉ પણ આ સંસ્થાની સેવા ભાવનાની સુહાસ દેશ વિદેશમાં ફેલાઈ રહી છે. હજુ થોડા સમય પહેલાં જ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે પણ સાવરકુંડલા શહેરમાં પધારતી વખતે આ સંસ્થાની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સંસ્થાની નિસ્વાર્થ ભાવથી નાત જાત કે અમીર ગરીબનો કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના દર્દીઓને નારાયણનું સ્વરૂપ સમજી નિશુલ્ક આરોગ્યલક્ષી સેવાની વાત અને ભાવનાથી પ્રભાવિત થઈને મુલાકાત લીધી હતી. અને સંસ્થાની કામગીરી જોઈને સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો અને પોતાનાથી થતો તમામ સહયોગ આપવા માટે સંસ્થાના સુપ્રિટેન્ડન્ટ ડો. મગનભાઈ પાંડવને વચન પણ આપેલ. આમ ખરેખર આ સંસ્થા ગરીબ દર્દીઓની તો બેલી જ ગણવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *