Gujarat

રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ આગામી બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

મંત્રીશ્રી સર્કિટ હાઉસ તથા ગ્રામ્ય વિસ્તારમાં લોકસંપર્ક યોજશે તેમજ વિવિધ એ.પી.એમ.સી.ની મુલાકાત લેશે

 જામનગર તા.૩૧ માર્ચઆવતીકાલ તા.૦૧ એપ્રિલ શુક્રવાર અને તા.૦૨ એપ્રિલ શનિવાર સુધી રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે. જેમાં તેઓ તા.૦૧ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે એ.પી.એમ.સી. જોડીયા ખાતે ટેકાના ભાવે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત, ૦૮:૩૦ કલાકે એ.પી.એમ.સી. ધ્રોલ ખાતે ટેકાના ભાવે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત, ૦૯:૦૦ થી ૦૯:૩૦ કલાક સુધી ધ્રોલ કાર્યાલય ખાતે લોકસંપર્ક, ૧૦:૩૦ કલાકે એ.પી.એમ.સી. હાપા ખાતે ટેકાના ભાવે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત૧૨:૦૦ થી ૧૭:૦૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. જેમાં મંત્રીશ્રી જિલ્લાના લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે. તા.૦૨ શનિવારના રોજ મંત્રીશ્રી ૧૬:૦૦ કલાક થી ૧૭:૩૦ કલાક સુધી રાજપર, સુમરા અને પીપરટોડા ખાતે લોકસંપર્ક યોજશે. 

વિરેન્દ્રસિંહ પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *